કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકારની જાહેરાત, સરવેની કામગીરી આજથી જ શરૂ, સહાય અંગે પણ ઋષિકેશ પટેલ બોલ્યા

રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માવઠા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, SDRF ના નોર્મ પ્રમાણે સહાય ચૂકવાય છે. રાજ્ય સરકાર સહાય માટે કટીબદ્ધ રહી છે. તેમજ વધારે નુકશાનીવાળા વિસ્તારોમાં સર્વે કરાવી રહી છે.

આ બાબતે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તા. 21 નાં રોજ હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે પવન તેમજ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

વરસાદની આગાહીને લઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તેમજ એપીએમસીને આગોતરી જાણ કરી માલ સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના આપવામાં આવી હતી. તેમાં મહદ અંશે અમે સફળ થયા છીએ. ત્યારે જ્યારે જ્યારે આવું ચક્રવાત અને વરસાદ આવે ત્યારે ખરીફ પાક અંત તરફ હતો. ખરીફ પાકમાં પણ મોટા ભાગે કપાસ, એરંડા અને તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આમ કુલ 86 લાખ હેક્ટરનું વાવેતર હોય છે. અત્યારે જે કપાસ, તુવેર, એરંડા લગભગ 20 થી 25 લાખ હેક્ટરમાં એક્ઝીસ્ટ છે. કપાસમાં ખેડૂતોએ વીણ લઈ લીધો છે. તેમજ એપીએમસીમાં પણ કપાસની આવક ચાલુ થઈ છે. એરંડામાં પણ પ્લકીંગની શરૂઆત થઈ હતી. મોટા ભાગનાં પ્લકીંગ પુરા થયા હતા. એટલે લગભગ 86 લાખ હેક્ટર જે વાવેતર હતું. તેમાંથી કપાસ, એરંડા, તુવેરનું વાવેતર 20 લાખ હેક્ટર આજુબાજુ હતું. જેમાંથી 3 થી 4 લાખ હેક્ટરમાં નુકશાનની સંભાવનાં છે.

ખેતીવાડી વિભાગને આગોતરી જાણ કરવામાં આવી હતીઃઋષિકેશ પટેલ

જીલ્લાનાં તમામ વહીવટી તંત્ર તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આગોતરી જાણ કરી રોગ ન આવે તેની સંભાવનાઓને ધ્યાને લઈ તમામ જગ્યાએ આ બાબતની સૂચનાઓ આપી છે. અને ક્યાંક નાનો મોટો રોગ દેખાય તો તેને કેવી રીતે કંટ્રોલ કરવો. તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે. કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો  વસંતોત્સવ ૨૦૨૩ : ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે ઉત્સવ,ગુજરાત અને ભારતના કલાકારો આપશે પરફોર્મન્સ જુવો કાર્યક્રમની રૂપરેખા

SDRFના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે

પાકમાં નુકસાનીનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા SDRFના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે. છેલ્લા ૦૯ વર્ષમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ, માવઠા કે કુદરતી આપત્તિઓમાં ખેતી પાકને થયેલા નુકસાન સામે રાજ્યના ૮૯ લાખ ખેડૂત લાભાર્થીઓને SDRFના નિયમો પ્રમાણે રૂ. ૭૭૭૭.૮ કરોડ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ. ૨૯૬૬.૯ કરોડ આમ કુલ રૂ. ૧૦,૭૪૦ કરોડની સહાય ચૂકવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝનમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં ૧૫થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઘઉં, ચણા, શેરડી, ધાણા, જીરૂ, વરિયાળી, શાકભાજી સહિતના પાક હજુ ઉગતી અવસ્થામાં છે. આથી બે દિવસના માવઠામાં તેમાં નુકસાનીની શક્યતા નહિવત છે.

Leave a Comment