ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે, જુઓ ક્યારે જાહેર થશે?

ગુજરાતમાં અત્યારે ધોરણ 10 ની 22 માર્ચે ,પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે

આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. લોકસભા ચૂંટણીને લઈને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10,12 માટે આજથી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી મૂલ્યાંકનની આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રાજ્યમાં ઓછા કેન્દ્ર સાથે મૂલ્યાંકન કાર્ય શરૂ કરાશે.

STD 10 Exam Result Date

  • પરીક્ષાની વિગતો: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સમગ્ર ગુજરાતમાં વિવિધ શાળાઓમાં ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાનું સંચાલન કરે છે.
  • પરીક્ષાની તારીખો: SSC પરીક્ષાઓ 11મી માર્ચ, 2024ના રોજ શરૂ થઈ હતી અને 22મી માર્ચ, 2024ના રોજ સમાપ્ત થઈ હતી.
  • પરિણામોનું મહત્વ: વિદ્યાર્થીઓ GSEB બોર્ડ SSC પરિણામ 2024ની આતુરતાથી રાહ જુએ છે કારણ કે તે તેમના ભવિષ્યના શૈક્ષણિક અને કારકિર્દીના નિર્ણયો પર નોંધપાત્ર અસર કરશે. ધોરણ 10 ના ગુણ ઘણીવાર આગળના અભ્યાસ પ્રવાહો અથવા વિષયોની પસંદગીને પ્રભાવિત કરે છે.
  • પરિણામની જાહેરાતની સમયરેખા: બોર્ડે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. GSEB બોર્ડ SSC પરિણામ 2024 એપ્રિલ 2024 ના મધ્યમાં જાહેર થવાની અપેક્ષા છે.
  • પરિણામો સુધી પહોંચવું: રિલીઝ થયા પછી, વિદ્યાર્થીઓ તેમના પરિણામો GSEB વેબસાઇટ પર જોઈ શકે છે. તેઓએ તેમનું SSC પરિણામ 2024 જોવા માટે તેમનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો  GPSSB તલાટી અને જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ જાહેર, અહીથી ચેક કરો તમારું પરિણામ

લાખો વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત 31મી માર્ચથી યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Leave a Comment