કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને બનાવેલ છે. તાજેતરમાં ikhedut Portal પર બાગાયતી યોજના 2024 બહાર પાડવામાં આવેલ છે. ટીસ્યુ કલ્ચરમાં છોડનાં કોઈપણ કોષ, પેશી અથવા ભાગને ચોકકસ પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે તો નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. ટીસ્યુ કલ્ચરથી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મુળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે.

ટીસ્યુકલ્ચર પાકની વધુ ઉત્પાદન આપતી જાતો મેળવી શકાય છે. તેના રોપા દ્વારા ખેતી માટે સરકારની અનેક યોજનો ચલાવવામાં આવે છે. જેમાં Banana Tissue Culture Plants Scheme in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ

રાજ્ય સરકાર દ્વારા ફળ પકોના વાવેતર વિસ્તાર વધારવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુએ ખેડૂતને ટીસ્યુકલ્ચરના રોપાથી કેળનું વાવેતર માટે સહાય પૂરી પાડવી.

યોજનાની પાત્રતા અને નિયમો

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

 • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
 • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
 • ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
 • આ યોજનામાં સહાય ૨ હપ્તા (75:25)માં મળવાપાત્ર થશે.
 • અનુ. જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
 • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદા રાખવામા આવેલી છે.
આ પણ વાંચો  Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વીશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ અલગ-અલગ જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.   પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટે  પ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 1.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  

કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
 • આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર
આ પણ વાંચો  PMJAY: Ayushman Bharat Yojana 2023(આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 • પ્રથમ Google ખોલીને “આઈ ખેડૂત ખેડૂત પોર્ટલ ” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
 • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
 • બાગાયતી યોજનાઓ ખોલ્યા બાદ “ફળ પાકોના વાવેતર” નામના મેનુ પર ક્લિક કરવી.
 • હવે ફળ પાકોના વાવેતર” નામના મેનુમાં ક્રમ નંબર-૪ માં “કેળ (ટીસ્યુ)” પર ક્લિક કરવું.
 • જેમાં કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Leave a Comment