આ યોજનાના ફોર્મ અત્યારે ભરાતા નથી. જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે નોટિફિકેશન આવશે. અત્યારે આ યોજનાના ફોર્મ બંધ છે.
ગુજરાત સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે. નમો ટેબ્લેટ યોજનાનો લાભ કોને કોને મળે, નમો ટેબ્લેટ અરજી કેવી રીતે કરવી વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
નમો ટેબ્લેટ યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારાએ અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી નમો ટેબ્લેટ યોજના દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.
નમો ટેબલેટ યોજનાની પાત્રતા
- વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
- નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ.
- વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
આ યોજનમાં મળવાપાત્ર લાભ
પ્રધાનમંત્રી નમો ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 1000 જમા કરવાના રહેશે. આ ઉપરાંત લાભ બાબતે કેટલીક અગત્યની બાબતો નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ યોજનાનો લાભ આપવામાં આવશે.
- અંદાજિત દ્વારા અંદાજીત 5,00,000/- મહિલા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે.
નમો ટેબલેટ યોજનાની મુખ્ય વિશેષતાઓ
- વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં આપવામાં આવતા ટેબ્લેટની બજાર કિંમત અંદાજીત 8000-9000 આસપાસ હોય છે.
- આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ટેબ્લેટ 7 ઈંચ હશે.
- Digital Education ને પ્રોત્સાહન આપવા માટે આ ટેબલેટ આપવામાં આવશે.
Namo Tablet Specifications
આ યોજના હેઠળ મળવાપાત્ર નમો ટેબ્લેટમાં નીચે મુજબની Specifications હોય છે.
Object | Object Content |
Namo Tablet RAM | 1GB |
Namo Tablet Processor | 1.3GHz MediaTech |
Chipset | Quad-Core |
Namo Tablet Internal Memory | 8GB |
Namo Tablet External Memory | 64GB |
Namo Tablet Camera | 2MP (Rear), 0.3MP (Front) |
Namo Tablet Display | 7inch |
Namo Tablet Touch Screen | Capacitive |
Namo Tablet Battery | 3450 MAh Li-Ion |
Namo Tablet Operating System | Android V5.1 Lollipop |
Namo Tablet SIM Card | Yes |
Namo Tablet Voice Calling | Yes |
Tablet Connectivity | 3G |
Namo Tablet Price | Rs. 8000-9000 |
Tablet Manufacturer | Lenovo/Acer |
Namo Tablet Warranty | 6 Months For In-Box Accessories, One Year For The Handset, |
ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
- Domicile Certificate
- વિદ્યાર્થીનું આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- ધોરણ-12 ની માર્કશીટ
- ગેજ્યુએશન (સ્નાતક) ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર
- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ
- જાતિનું પ્રમાણપત્ર
- BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ
ટેબલેટનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે?
પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આપની કોલેજમાં જવાનું રહેશે.
- વિદ્યાર્થીઓની સંસ્થા અથવા કોલેજ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
- કોલેજ દ્વારા નમો ઇ-ટેબ્લેટ યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે Digital Gujarat Portal ખોલવાનું રહેશે.
- ત્યારબાદ એમાં આપેલા login પર ક્લિક કરો.
- ત્યારબાદ School Login / Institution Login પર ક્લિક કરો.
- હવે તમારે ફાઇનાન્સિયલ વર્ષ પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ Tablet Distribution પર ક્લિક કરીને Tablet Student Entry માં જવાનું રહેશે.
- હવે તમારે Add New Student પર ક્લિક કરીને વિદ્યાર્થીની તમામ માહિતી ભરવાની રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ Submit Application બટન પર ક્લિક કરીને તમામ રેકોર્ડ સેવ કરવાનો રહેશે.
હેલ્પલાઇન નંબર
ડીજીટલ ગુજરાત પોર્ટલ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. કોલેજ કે સંસ્થાએ નમો ટેબ્લેટના એપ્લિકેશન બાબતે અન્ય કોઈપણ પ્રશ્ન બાબતે માર્ગદર્શન હોય તો હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકે છે.
Namo Helpline | 18002335500 |
Landline Number | 079-26566000 |
Email id | [email protected] |