Beauty Parlour kit Sahay Yojna Gujarat : આ રીતે કરો ઓનલાઈન અરજી

Beauty Parlour kit Sahay Yojna Gujarat: ગુજરાત સરકારે રાજ્યના લોકોને આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ બનાવવાના હેતુથી અનેક વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે,આમાંની જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના જે અંતર્ગત રાજ્યની પાત્રતા ધરાવતી મહિલાઓને Beauty Parlour kit Sahay Yojna અન્વયે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે. બ્યુટી પાર્લર યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું, આ યોજનામાં ફોર્મ ભરવા માટે લાયકાત શું છે, ડૉક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ?, ઉમર કેટલી હોવી જોઈએ? તેની વિગતવાર માહિતી અમે અહી જણાવીશું તો આ પોસ્ટને અંત સુધી વાંચવી.

Beauty Parlour kit Sahay Yojna Gujarat

બ્યુટી પાર્લર સહાય યોજના શું છે?

આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્યની મહિલાઓ માટે છે જે બ્યુટી પાર્લર થકી પોતાનો વ્યવસાય આગળ વધારવા માંગે છે. આ લોન SBI બેંક લોન, HDFC બેંક લોન, ICICI બેંક લોન જેવી પ્રાઈવેટ લોન નથી પરંતુ આ એક સરકારી સહાય છે જે ગુજરાત સરકાર દ્વારા મફતમાં આપવામાં આવે છે. આ સહાય થી ગુજરાતની યુવતીઓ આગળ વધી શકે છે અને પોતાની એક અલગ ઓળખાણ બનાવી શકે છે.

beauty Parlour Sahay Yojana

યોજનાનું નામબ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત
સહાય ની રકમરૂ. 75,000/-
રાજ્યગુજરાત
ઉદ્દેશ્યયુવતીઓ પોતાનો બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરી શકે છે અને પોતાને બેરોજગારીથી બચાવી શકે છે.
લાભાર્થીઓમહિલાઓ/ યુવતીઓ
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ : આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી

બ્યુટી પાર્લર સહાય યોજનાના લાભો

યુવતીઓ કે જે પોતાનું એક અને બ્યુટી પાર્લરનો અનુભવ ધરાવતા હોય તો સરકાર તેમને બ્યુટી પાર્લર ખોલવા માટે ખૂબ ઓછા વ્યાજે સરકારી સહાય આપશે. આ લોન કુલ રૂ. 75,000/-. એટલે કે, લાભાર્થીને કુલ રૂ. 75,000/- જેમાં લાભાર્થીએ લોનની રકમના 10% ફાળો આપવાનો રહેશે. જેથી કરીને યુવતીઓ પોતાના પગ પર ઊભા રહી સમાજમાં પોતે આગળ આવી શકે.

આ પણ વાંચો  જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2023: વિદ્યાર્થીઓ માટે સરકારની નવી યોજના, જાણો કઈ રીતે ફોર્મ ભરવું?

બ્યુટી પાર્લર સહાય યોજનાની પાત્રતા

બ્યુટી પાર્લર સહાય યોજનાની પાત્રતા નીચે મુજબ છે:

  • અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • જાતિનો દાખલો આવકનો દાખલો રેશન કાર્ડ અરજદાર પાસે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હોવું જોઈએ.
  • અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ સુધી હોવી જોઈએ.

બ્યુટી પાર્લર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • લાભાર્થી અરજદારનું ચૂંટણી કાર્ડ.
  • લાભાર્થી અરજદારનું આધાર કાર્ડ.
  • જન્મનો દાખલો અરજદારનું રેશન કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, અભ્યાસના પુરાવા, વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો, ફોન નંબર, લાભાર્થી અરજદારના બેંક ખાતાની પાસબુક.
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર,
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર

બ્યુટી પાર્લર કીટ સહાય 2023 માટે અરજી કેવી રીતે કરવી?

૧) સૌપ્રથમ ઉમેદવારોએ /e-kutir.gujarat.gov.in એટલે કે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહશે.

૨) ત્યારબાદ તેમાં Commissioner of Cottage and Rural Industries ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

૩) અરજદારશ્રી તેમનું એકરારનામું ડાઉનલોડ કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ApplicationDocuments/MKY/SelfDeclarationForm.pdf પર ક્લિક કરવાનું રહેશે.

૪) ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે https://e-kutir.gujarat.gov.in/Registration.aspx પર ક્લિક કરવાનું રહશે.

૫) અહી તમે તમારી પૂરી ડિટેલ્સ નાખી ને રજીસ્ટ્રેશન કરી શકો છો.

મહત્વની લીંક

બ્યુટી પાર્લર yojnaamaate મહત્વની લીંક

ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા માટેઅહી ક્લિક કરો
અરજદારશ્રી નું એકરારનામું ડાઉનલોડ કરવા માટેઅહિ ક્લિક કરો

બ્યુટી પાર્લર સહાય યોજના અન્વયે વારંવાર પૂછાતા પ્રશ્નો

બ્યુટી પાર્લર સહાય યોજનાનો લાભ કઈ જ્ઞાતિના લોકોને મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે જેથી આ તેઓ આગળ આવી શકે.

આ પણ વાંચો  Tar Fencing Yojana 2024: ખેતર ફરતે તારની વાડ કરવા માટે સરકાર સહાય આપશે

આ યોજના હેઠળ કઈ વસ્તુની સહાયતા કરવામાં આવશે?

આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને બ્યુટી પાર્લર કીટ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ યોજના માટે રજીસ્ટ્રેશન અને લૉગિન કરવા માટે કઈ વેબસાઈટ છે?

આ યોજનામાં ફોર્મ ભરવા અને લૉગિન માટે e-kutir.gujarat.gov.in વેબસાઇટ છે.