નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024

આઈ-ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની યોજના ઓનલાઈન થયેલ છે. જેમાં વિવિધ પ્રકારની યોજના બહાર પાડવામાં આવેલ છે. દરિયાઈ કિનારે વસતા નાગરિકોના હિત માટે આ યોજના બહાર પાડેલ છે. દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નાળિયેરીના પાકોનું ઉત્પાદન તથા વાવેતર સારૂ થાય છે. જેને ધ્યાને રાખીને Coconut Plantation Area Assistance Scheme 2024 આ યોજના લોન્‍ચ કરવામાં આવી છે.

યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતો અને નાગરિકો આ વનપ્રદેશ વધારે તે અત્યંત જરૂરી છે. એમાં પણ દરિયાઈ કિનારે નાળિયેરીના પાકનું વાવેતર પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને ખેડૂતો માટે આ સહાય યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ નાળિયેરીના વાવેતર પર સહાય આપવામાં આવશે.

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના માટેની પાત્રતા

ગુજરાત રાજ્યમાં બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • પાસ બેંક એકાઉન્‍ટ હોવી જોઈએ.

આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે. .

  • પ્લાન્ટીગ મટેરીયલ અને ઇનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહશે.
  • 2 હપ્તા (75:25) માં સહાય મળવાપાત્ર થશે
  • ખાતાદીઠ ફક્ત એક જ વખત લાભ મળશે.

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

         આ યોજના હેઠળ નર્સરી બનાવનાર ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમસ્કીમ કોડમળવા પાત્ર લાભ
HRT-2યુનિટ કોસ્ટ રૂ 0.50 લાખ/ હે.ખર્ચના 75% મુજબ મહતમ 0.375 લાખ/હે.લાભાર્થી / ખાતા દીઠ 4 હે.ની મર્યાદામાં

કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

ikhedut Portal પર ચાલતી આ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
આ પણ વાંચો  GSRTC બસનો પાસ ઓનલાઈન નીકાળો મોબાઇલમાં ઘરે બેઠાં

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં “ફળ પાકોના વાવેતર” નામના મેનુમાં જાઓ.
  • ત્યારબાદ ક્રમ નંબર-5 “નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય” પર ક્લિક કરવું.
  • જેમાં “નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે.

x

Leave a Comment