ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય – શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે.

આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે?

ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.

યોજના નું નામશ્રમયોગી પ્રસુતિ સહાય યોજના (Shramyogi Delivery Sahay Yojana Gujarat)
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીશ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્ની
મળવાપાત્ર સહાયરૂ.37,500/- સુધી સહાય
સતાવાર વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર079-25502271

યોજના નો લાભ કોણ લઈ શકે?

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાના નિયમો

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

 • લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી DBT થી સહાય આપવામાં આવે છે.
 • જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)
 • સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિના ની અંદર કરવાનો રહેશે.
 • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.17,500 /- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.
આ પણ વાંચો  મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના : યોજના વિશે સંપૂર્ણ માહિતી

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

 • નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિરસામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
 • નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
 • આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- સહાય ની ચુકવણી કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેંટ્સ

 • મમતા કાર્ડની નકલ
 • કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની નકલ
 • બેંક પાસબૂકની નકલ
 • લાભાર્થીનું આધાર કાર્ડ
 • સોગંદનામું

શ્રમયોગી પ્રસુતિ સહાયમાટે અરજી ફોર્મ

ડિલેવરી પહેલાનુંડાઉનલોડ કરો
ડિલેવરી પછીનુંડાઉનલોડ કરો

ડિલેવરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 • સૌપ્રથમ તમારે ઉપર આપેલી સન્માન ગુજરાત ની ઓફિસિયલ વેબસાઇટ જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કારનું રહેશે, જો પહેલા થી જ રજિસ્ટ્રેશન હોય તો લૉગિન કરવાનું રહેશે.
 • પછી લૉગિન કરી ને તમારી સામે બધી યોજના લિસ્ટ આવશે તેમાંથી તમારે પ્રસુતિ સહાય યોજના સિલેકટ કરવાનું રહેશે.
 • ત્યાર બાદ તમારી સામે ફોરમ ભરવાનું આવશે અને પછી જરૂરી માહિત વિગતવાર ભરવાની રહેશે.
 • હવે તમારે જરૂરી ડોક્યુમેંટ્સ ઉપલોડ કરવાના રહેશે.
 • ત્યારબાદ તમારી અરજી માટે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. જો કોઈ વિગત ખોટી ભરાય ગઈ હોયતો તમે સુધારો કરી શકો છો.
 • અરજી સબમિટ થઈ જે પછી અરજી નંબર તમારે સાચવીને રાખવાના રહેશે જેની મદદ થી તમે અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in
Helpline number079-25502271

Leave a Comment