Apple એ ગયા મહિને બજારમાં iPhone 15 સિરીઝ લૉન્ચ કરી છે. આખી દુનિયા આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહી હતી. કંપનીએ ચાર મોડલ રજૂ કર્યા – iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max. હવે iPhone 15 સીરીઝ એપલની સૌથી મોંઘી સ્માર્ટફોન સીરીઝ છે. આઇફોનની ગણતરી વિશ્વના સૌથી મોંઘા સ્માર્ટફોનમાં થાય છે. શું તમે જાણો છો કે આ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે? તો ચાલો જાણીએ આજે આ કોન્સેપ્ટ..
દુનિયાનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન iPhone માત્ર તેના ફીચર્સ માટે જ નહીં પરંતુ તેની કિંમત માટે પણ જાણીતો છે. નવી સીરિઝ હેઠળ iPhone 15ના બેઝ મોડલની કિંમતમાં કોઈ તફાવત નથી. પ્રો મોડલની કિંમતમાં વધારો થયો છે. તેમની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એક રિપોર્ટમાં સામે આવી છે. ચાલો જોઈએ કે iPhone દ્વારા જંગી કમાણી કરનાર Apple કંપની iPhone 15 સિરીઝના મોડલ બનાવવામાં કેટલા પૈસા ખર્ચે છે.
iPhone 15: સૌથી વધુ વધેલી કિંમત
Nikkei રિપોર્ટ અનુસાર, iPhone 14 મોડલ કરતાં iPhone 15 બનાવવા માટે 16% વધુ ખર્ચ થઈ રહ્યો છે. આ મોડલ બનાવવાની કિંમતમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. iPhone 15 ની ઉત્પાદન કિંમત $423 (રૂ. 35,200 રૂપિયા) છે. અમેરિકામાં તેની શરૂઆતની કિંમત $799 (અંદાજે 66,500 રૂપિયા) છે.
આઇફોન 15 Pro : કેટલો ખર્ચ થાય છે?
iPhone 15 Pro મોડલની કિંમત વિશે વાત કરીએ તો કંપની આ ફોનના ઉત્પાદનમાં 523 ડોલર (લગભગ 43,500) ખર્ચે છે. આ વખતે iPhone 14 Pro મોડલની સરખામણીમાં 8% નો વધારો જોવા મળ્યો છે. યુએસમાં આ સ્માર્ટફોનની કિંમત $999 (અંદાજે 83,000 રૂપિયા) થી શરૂ થાય છે.
iPhone 15 Pro Max: સૌથી મોંઘા iPhoneની કિંમત
iPhone 15 Pro Max સૌથી મોંઘો iPhone છે. પ્રો મેક્સ મોડલની કિંમતમાં 12 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, કંપની આ મોડલને બનાવવા માટે 558 ડોલર (લગભગ 46,447 રૂપિયા) ખર્ચે છે. અમેરિકામાં તેની શરૂઆતની કિંમત $1,199 (લગભગ 99,800 રૂપિયા) છે.