Aadhaar સાથે મોબાઇલ નંબર નથી લિંક? છતાંય તમે ઉઠાવી શકશો આ 8 સુવિધાઓનો લાભ

આધાર ભારત સરકારની તરફથી UIDAI દ્વારા જાહેર કરેલ ઓળખનું ડોક્યુમેન્ટ છે. તેને બધા સરકારી અને નોન-સરકારી સંસ્થાઓ દ્વારા વેલિડ ઓળખ પ્રમાણના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. મોટાભાગની આધાર સેવાઓ સુધી ઓનલાઈન પહોંચવા માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જરૂરી છે અને આ તમારા આધાર કાર્ડની સુરક્ષાને પણ વધારે છે. જોકે એવી અમુક સેવાઓ છે જેનો લાભ ત્યારે પણ ઉઠાવી શકાય છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે રજીસ્ટર્ડ ન હોય. 

આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરો

તમે વોલેટ આકારના આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. કહેવાય છે કે હોલોગ્રામ વાળા આધાર પીવીસી કાર્ડને વધારે સુરક્ષિત માનવામાં આવે છે.

તમારા આધાર પીવીસી કાર્ડનું સ્ટેટસ જાણો

તમારે પોતાનું પીવીસી કાર્ડ ઓર્ડર કરવા માટે પોતાના મોબાઈલ નંબરને રજીસ્ટર્ડ કરવાની જરૂર નથી તેવી જ રીતે તમારે પહેલાથી ઓર્ડર કરેલા પીવીસી કાર્ડનું સ્ટેટસ તપાસ કરવાની જરૂર નથી.

આધાર રજીસ્ટ્રેશન અને અપડેટેડ

સ્ટેટસ આધાર રજીસ્ટ્રેશનની સ્થિતિની સાથે સાથે સરનામુ કે ડેટમાં કોઈ પણ અપડેટની તપાસ કરવા માટે તમારે મોબાઈલ નંબરની જરૂર નથી.

એક અપોઈન્ટમેન્ટ કરો બુક

નોમિનેશન કે અપડેટ માટે અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે તમારા આધાર કાર્ડની સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર નથી.

ફરિયાદનું સ્ટેટસ ચેક કરો

તમે પોતાના દ્વારા નોંધેલી આધાર કાર્ડ સાથે સંબંધિત કોઈ પણ ફરિયાદની સ્થિતિ પણ જોઈ શકો છો.

Leave a Comment