ઘરમાં Apple કંપનીના કોઈ પણ ડિવાઇસ હોય તો આજે જ કરી લો આ કામ, નહીંતર પસ્તાશો: ઍલર્ટ

ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરનાર સાઈબર સુરક્ષા એજન્સી, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ iPhone, iPad અને Apple Watch સહિત અન્ય એપ્પલ પ્રોડક્ટ્સમાં હાજર એક કમજોરી વિશે એપ્પલ યુઝર્સને હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

જો તમે આ એલર્ટને ઈગ્નોર કરો છો તો હેકર્સ તમારા ડેટા સુધી પહોંચી શકે છે. CERT-Inએ પોતાની લેટેસ્ટ એડવાઈઝરીમાં ચેતાવણી આપી છે કે એપ્પલ પ્રોડક્ટ્સમાં ઘણી ખામીઓ મળી છે જે હેકર્સને ઘણા પ્રકારની દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિઓ કરવાની પરવાનગી આપી શકે છે.

જેમાં ઓથરાઈઝેશન વગર સંવેદનશીલ જાણકારી સુધી પહોંચવું, ઈચ્છા અનુસાર કોડ એક્ઝીક્યુટ કરવો, સિક્યોરિટી પ્રતિબંધોને સાઈડ પર રાખવી, સર્વિસ એટેક, ઓથરાઈઝેશનને બાયપાસ કરવુ અને ટાર્ગેટેડ ડિવાઈશને સ્પૂફિંગ દ્વારા ખરાબ કરવું વગેરે શામેલ છે.

આ વર્ઝનમાં મળી ખામી

  • Apple iOS વર્ઝન 17.1 અને iPadOS વર્ઝન 17.1થી પહેલા
  • Apple iOS વર્ઝન 16.7.2 અને iPadOS વર્ઝન 16.7.2 પહેલા
  • Apple iOS વર્ઝન 15.8 અને iPadOS વર્ઝન 15.8 પહેલા
  • 14.1 પહેલાના Apple macOS સોનોમા વર્ઝન
  • 13.6.1 પહેલાનાં Apple macOS વેંચુરા વર્ઝન
  • 12.7.1 પહેલાના Apple macOS મોન્ટેરી વર્ઝન
  • 17.1 પહેલાના Apple TVOS વર્ઝન
  • 10.1 પહેલાના Apple watchOS વર્ઝન
  • 17.1 પહેલાના Apple Safari વર્ઝન

Leave a Comment