કોલેજ પાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક, સરકારી ભરતીની થઈ જાહેરાત, 65 હજારથી વધુ મળશે પગાર, એક ક્લિકમાં જાણો તમામ વિગત

સરકારી નોકરી શોધતા લોકોએ સરકારી નોકરી મેળવવા માટેની શાનદાર તક છે. IREL લિમિટેડે ગ્રેજ્યુએટ્સ યુવાનો માટે વિભિન્ન પદ પર નોકરીની જાહેરાત કરી છે. આ પોસ્ટ માટે એપ્લિકેશન સબમિટ કરવામાં આવી રહી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 14 નવેમ્બર સુધીમાં અધિકૃત વેબસાઈટ irel.co.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયાની મદદથી કુલ 56 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની સહિત અનેક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

પોસ્ટનું નામ

 • ગ્રેજ્યુએટ ટ્રેઈની (ફાઈનાન્સ): 3 પોસ્ટ
 • ગ્રેજ્યુએટ ટ્રેઈની (HR): 4 પોસ્ટ
 • ડિપ્લોમા ટ્રેઈની (સિવિલ/ મિકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ કેમિકલ): 37 પોસ્ટ
 • ટ્રેઈની (ભૂવિજ્ઞાની/ પેટ્રોલોજિસ્ટ): 8 પોસ્ટ
 • ટ્રેઈની કેમિસ્ટ: 4 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

 • ગ્રેજ્યુએટ ટ્રેઈની (ફાઈનાન્સ): અરજી કરનાર ઉમેદવારે કોમર્સમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
 • ગ્રેજ્યુએટ ટ્રેઈની (HR): અરજી કરનાર ઉમેદવારે કોઈપણ ક્ષેત્રે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
 • ડિપ્લોમા ટ્રેઈની (સિવિલ/ મિકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ કેમિકલ): સંબંધિત ક્ષેત્રે 3 વર્ષ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

વયમર્યાદા

 • આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 26 વર્ષથી વધુ ના હોવી જોઈએ. OBC વર્ગને 3 વર્ષની અને sc-st ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

અરજી પ્રક્રિયા

 • ઉમેદવારે અધિકૃત વેબસાઈટ irel.co.in ની મુલાકાત લેવાની રહેશે.
 • હોમપેજ પર કરિઅર ટેબ પર ક્લિક કરો.
 • હવે ભરતી નોટિફિકેશન પર ક્લિક કરો.
 • નોટિફિકેશનમાં અરજી કરવાની લિંક પર ક્લિક કરો.

પસંદગી પ્રક્રિયા

લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટના આધાર પર આ વિભિન્ન પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. અરજીકર્તાઓને એડમિટ કાર્ડ આપવામાં આવશે. આ પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારને 25 હજાર રૂપિયાથી 68 હજાર સુધીનું માસિક વેતન આપવામાં આવશે.

Leave a Comment