આ વ્યક્તિએ 3 વખત Taj Mahal, 2 વખત લાલ કિલ્લો તો 1 વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું!

કેટલાક લોકો ઇતિહાસ બનાવે છે અને કેટલાક ઇતિહાસ બની જાય છે અને વર્તમાનમાં સમયમાં ભૂતકાળના એ જ કિસ્સોઆ લોકોને સાંભળવા ગમે છે. મિસ્ટર નટવરલાલ નામથી જાણીતો વ્યક્તિ આવો જ છે. આમ તો દુનિયા એમને નટવરલાલ તરીકે ઓળખે છે પરંતુ એમનું સાચું નામ હતું મિથલેશ કુમાર શ્રીવાસ્તવ.

વર્ષ 1912 માં, બિહારના સિવાન જિલ્લાના બાંગરા ગામમાં મિથિલેશ ઉર્ફે નટવરલાલનો જન્મ થયો હતો. કોઈ ફિલ્મની જેમ નટવરલાલની કહાનીના બે અલગ અલગ પાર્ટ છે. શરૂઆત થાય છે શ્રીમંત જમીનદાર રઘુનાથ પ્રસાદના મોટા પુત્ર મિથિલેશ જે અભ્યાસમાં સરેરાશ વિદ્યાર્થી હતા તો ફૂટબોલ અને ચેસમાં વધુ રસ ધરાવતા હતા. કહેવાય છે કે મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા બાદ મિથિલેશને તેના પિતાએ માર માર્યો હતો. જે બાદ તે કલકત્તા ભાગી ગયા અને ત્યાંથી એમના જીવનનમાં વળાંક આવ્યો

આમ તો તેમની ઠગીના કિસ્સાઓ વિદેશમાં પણ પ્રખ્યાત છે, પરંતુ તેણી શરૂઆત નટવરલાલના પાડોશમાંથી જ શરૂ થઈ હતી. બન્યું એવું કે એકવાર મિથિલેશને તેના પાડોશીએ બેંકમાં ડ્રાફ્ટ જમા કરાવવા મોકલ્યો. ત્યાં જઈને મિથિલેશે પાડોશીની સહી બરાબર નકલ કરીને તેના ખાતામાંથી 1000 જેટલા રૂપિયા ઉપાડી લીધા હતા.

Click Here to View Natvarlal Video

બસ અહીંથી જ એમની ઠગીને કહાની શરૂ થઈ અને ધીરે ધીરે નટવરલાલ કોન મેન બની ગયા. નટવરલાલે ત્રણ વખત તાજમહેલ, બે વખત લાલ કિલ્લો તો એક વખત રાષ્ટ્રપતિ ભવન વેચ્યું હતું. એટલું જ નહીં કહેવાય છે કે એક વખત તેણે ભારતનું સંસદ ભવન પણ વેચી દીધું હતું. એવું પણ કહેવાય છે કે નટવરલાલે એક વખત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની નકલી સહી કરીને ઠગાઈ કરી હતી સાથે જ નટવરલાલે ધીરુભાઈ અંબાણી, ટાટા અને બિરલા ઉદ્યોગપતિઓ તેમજ ઘણા સરકારી અધિકારીઓ સાથે ઠગાઈ પણ કરી હતી.

આ પણ વાંચો  SIP : ટીપે ટીપે સરોવર ભરાય : રોજની નાની નાની બચતને તમે આ રિતે લાખો રુપિયામા બદલી શકો છો

એક સમય એવો હતો જ્યારે આ મિસ્ટર નટવરલાલ 100 કેસમાં 8 રાજ્યોમાં વોન્ટેડ હતો. અને 9 વખત તો તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 8 વખત તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. એક રિપોર્ટ અનુસાર 2009માં નટવરલાલના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નટવરલાલનું 25 જુલાઈ, 2009ના રોજ અવસાન થયું હતું, તેથી તેમની સામેનો પેન્ડિંગ કેસ રદ કરી દેવામાં આવે.

Leave a Comment