હવે મહિલાઓ માટે ઘર લેવું આસાન બન્યું, હોમ લોન પર સરકાર આપી રહી છે છૂટ, સમજો કેલ્ક્યુલેશ

પોતાનું પણ એક ઘર હોય તે એક મહિલાનું પણ સ્વપ્ન હોય છે. આર્થિક રીતે પગભર મહિલા પોતાના પૈસે ઘર બનાવવા માટે નાણાકિય આયોજન પણ કરતી હોય છે અને તે પ્રમાણે બચત અને રોકાણ પણ કરે છે. પરંતુ જે મહિલા પાર્ટ ટાઇમ નોકરી કરે છે અથવા તો ઓછી આવક ધરાવે છે તો તેનું પણ પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર થઇ શકે છે.

સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓમાં બેંકો અને HFCs દ્વારા સસ્તી હોમ લોન આપવામાં આવી રહી છે. કેટલીક ફાયનાશ્યિલ કંપનીઓ મહિલાઓને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા અને ઘર ખરીદવા માટે 0.05થી 1 ટકાની છૂટ લોન પર આપી રહી છે.. આ છૂટ ભલે સામાન્ય લાગી રહી હોય પરંતુ લાંબા ગાળાની લોનમાં ખૂબ જ મોટો લાભ આપે છે. લોંગ ટર્મમાં જે વ્યાજ ચૂકવવામાં આવે છે તેમાં આ નાની છૂટથી મોટી નાણાકીય બચત થાય છે.

હવે મહિલાઓને હોમ લોન પર મળતી છૂટને એક સામાન્ય ગણતરીમાં સમજીએ. ઉદાહરણ તરીકે જો મહિલા ઘર ખરીદવા માટે 80 લાખની લોન લે છે. અન્યને હોમ લોન 9.20 ટકાના દરે મળે. જ્યારે મહિલાને આજ લોન 9.15 ટકાના દરે મળે. 9.20 ટકાના દરમાં માસિક રૂ.73,010 EMI આવે જ્યારે 9.15 ટકાના દરમાં રૂ. 72,752 EMI આવે. મહિલાને માસિક લોનની EMIમાં દર મહિને 258 રૂપિયાની રાહત મળે. જ્યારે 20 વર્ષની લોનમાં મહિલાને 62 હજારથી પણ વધારેની બચત થાય છે. આમ નાની દેખાતી છૂટ લાંબા સમયે મોટી રાહત આપનારી સાબીત થાય છે.

Leave a Comment