વર્લ્ડકપ ફાઇનલ મેચ માટે કેવો હશે ટીમ ઈન્ડિયાનો રોડ મેપ? અમદાવાદના સ્ટેડિયમમાં અત્યાર સુધી કેવો રહ્યો છે રેકૉર્ડ

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતીય ટીમ 19મી નવેમ્બર (રવિવાર)ના રોજ ફાઇનલ મેચ રમશે. જણાવી દઈએ કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

એકતરફ બેટ્સમેનો રન બનાવે તો બીજીતરફ બોલરો વિકેટ લે

ટીમ ઈન્ડિયા હાલમાં તેના ODI ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહી છે અને એક પણ મેચ હારી નથી. જ્યાં એકતરફ ટીમમાં નંબર-1 થી નંબર-7 સુધીના તમામ બેટ્સમેનો રન બનાવી રહ્યા છે તો બીજી તરફ શમી-બુમરાહ અને સિરાજની ત્રિપુટી ફાસ્ટ બોલિંગથી કોઈ ટીમને તેની સામે ટકવા નથી દેતી. જ્યારે કુલદીપ અને જાડેજા સ્પિન વિભાગમાં પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે.

અમદાવાદના મેદાન માટે ટીમ ઈન્ડિયાએ અલગ તૈયારી કરવી પડશે

અત્યાર સુધી સૌથી મહત્વની વાત એ છે કે આ 11 ખેલાડીઓ દરેક મેચમાં પોતાની લય જાળવી રાખે છે. જો કે ફાઈનલમાં અમદાવાદના મેદાનને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાએ કેટલીક અલગ તૈયારી કરવી પડશે. જાણો કેવી હશે એ તૈયારીઓ..

જો ટોસ હારશું તો…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. આ ચારમાંથી ત્રણ ટીમોએ રન ચેઝ કરીને મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને સફળતા મળી છે. આ પરિણામ પણ ઈંગ્લેન્ડની ભૂલોના કારણે આવ્યું છે.

‘ટોસ જીતો, મેચ જીતો’ ફોર્મ્યુલા કામ કરશે

એટલે કે આ મેદાન પર માત્ર ‘ટોસ જીતો, મેચ જીતો’ ફોર્મ્યુલા કામ કરશે. ટૂંકમાં સમજાવીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી એ જ જીતની ચાવી રહેશે પણ ટોસ હારવાની સ્થિતિમાં શું કરવું? એ માટે ટીમે તૈયારી કરવી પડશે. સાથે જ આ પીચ પર આ વર્લ્ડ કપમાં સ્પિનરોનો દબદબો રહ્યો છે. એટલા માટે ટીમ મેનેજમેન્ટે એ પણ જોવું પડશે કે શું આ પીચ પર ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકાય છે.

આ પણ વાંચો  Ind Vs Aus : ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રોહિત શર્માએ રચ્યો નવો કીર્તિમાન, આ રેકોર્ડ બનાવનાર તેઓ છઠ્ઠા ભારતીય ખેલાડી બન્યા

ટીમ ઈન્ડિયાને 11 જીત તો 8 હાર મળી છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અગાઉ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતો હતો. અહીં ભારતીય ટીમે 1984થી અત્યાર સુધી 19 ODI મેચ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 11માં જીત મેળવી છે. જ્યારે તેને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ મેદાન પર ભારતીય ટીમની જીત-હારની ટકાવારી લગભગ બરાબર રહી છે.

Leave a Comment