તમારી જમીનના 7/12 અને 8 અ ના ઉતારા મેળવવા અહીં ક્લિક કરો

શું તમે 1951 થી જુના 7/12 ની નકલ online print ઉતારા મેળવવા માંગો છો? 7 12 ની નકલ તેમજ 8 અ ના ઉતારા anyror gujarat પરથી મેળવી શકો છો. ઘર બેઠા ઓનલાઇન તપાસો જમીન માલિક કોણ છે? જમીન પર કેટલો બોજો છે? વગેરે માહિતી તમને મિલકત ના 7-12 પરથી મળી જશે. તો ચાલો જાણીયે 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કેવી રીતે કરી શકાય.

7/12 ની નકલ અને 8 અ ના ઉતારા

હવે કોઈપણ જમીન ના જુના રેકર્ડ કે નવા 7 12 8અ ના ઉતારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ માં ઓનલાઇન જોઈ શકો છો. આજના આ ડીજીટલ યુગ માં બધી વસ્તુ ઓનલાઇન જોઈ શકાય છે તો ગુજરાત સરકાર પણ ડિજિટલ સેવામાં પાછળ નથી. ગુજરાત સરકારના દરેક ખાતામાં હવે ઓનલાઇન સેવા ને ભાર આપી અને લોકો પણ પોતાનો ટાઈમ બગાડ્યા વગર બધું ઓનલાઇન જોઈ શકે અને ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તે માટે સરકાર દ્વારા AnyRoR Anywhere અને iORA portal પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ઓફલાઈન સિસ્ટમ જેવી જ સરળ પ્રકિયા છે.

જુના 7/12 ના ડેટા ઓનલાઈન

આજે આપણે ગુજરાત સરકારના Revenue Department દ્વારા જે જુના જમીન મેહસૂલ રેકર્ડ ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યા છે જેમાં Land Record એટલે કે મેહસૂલી નમૂના 7/12, 8અ, નમૂના નં 6 વગેરે તમે ઓનલાઇન જોઈ શકો છો અને જુના જમીન રેકોર્ડ ને PDF ના રૂપ માં ડાઉનલોડ કરી શકો.

7/12 ના ઉતારા અને 8-અ શું છે?

જે ખેડૂત મિત્રો પોતાના માલિકીના જમીન ધરાવે છે તે દરેક જમીન 7/12 8 અ ના ઉતારામાં નોંધાયેલ હોય છે.તો આજે આપણે 7/12 8અ ગુજરાત online ની વિગત વાર ચર્ચા કરીશું. નમૂના 7 એટલે કે સર્વે નંબર જે પોતાની માલિકીનો હોય છે જેમાં ખેડૂતનું નામ, જમીનાનો પ્રકાર, જમીનનું ક્ષેત્રફળ અને જમીનાનો આકાર દર્શાવેલ હોય છે અને જમીનના આ ઉતારા દ્વારા ખેડૂત પોતાના પાક પર કોઈપણ બેન્ક માંથી લોન મેળવી શકે છે..

આ પણ વાંચો  આવક નો દાખલો મેળવવાં ઓનલાઈન અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ

નમૂના નંબર 12 એ આમ જોવા જઈએ તો 7 અને 12 બને ભેગા જ છે બસ ફરક એટલો છે કે ગામના નમૂના નંબર 12 માં કૂવો, બોર કે ઝાડ જે સર્વ નંબર માં અત્યારેની સ્થિતિ જોતા જોવા મળે છે તો તેની નોંધણી નમૂના નંબર 12 માં થાય વધુમાં સિંચાઈ ના દરેક સ્ત્રોત આ નમૂના માં નોંધાયેલ હોય છે. જો તમારે લાઈટ કનેક્શન ની જરૂર પડે ત્યારે આ ઉતારની ખાસ જરૂર પડે છે.

Anyror Anyware Gujarat પોર્ટલ શું છે?

આ એક ગવેર્નમેન્ટ પોર્ટલ છે જેમાં તમે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ના જમીનના રેકર્ડ ઓનલાઇન જોઈ શકો છો. જેમાં સરકાર દ્વારા જુના રેકર્ડ કે જે વર્ષ 1951થી 2004 ના જુના 7/12 ના ડેટા હસ્ત લેખિત હતા તે પણ સ્કેન કરી સરકાર દ્વારા ઉપલોડ કરવામાં આવ્યા છે. તો મિત્રો જો તમે તમારા જુના રેકર્ડ અથવા નવા મેહસૂલી રેકર્ડ જોવા માંગતા હોવ તો આ પોર્ટલ ની મુલાકાત જરૂર લેજો.

મિત્રો, તમને ખબર તો પડી ગઈ હશે કે AnyRoR anyware શું છે, તો હવે આપણે અહીં જોઈશું કે AnyRoR ઉપરથી જુના અને નવા 7 12 8અ ના ઉતારા ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરશું તેના માટે તમેં નીચેના સ્ટેપ જુઓ.

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ના પગલાં

 • સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
 • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
 • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
 • વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
 • કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
 • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
 • Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
 • ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
 • તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
 • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
 • હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
 • જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
આ પણ વાંચો  તમારા નામની સિગ્નેચર બનાવવા અહી ક્લિક કરો

મહત્વની લિંક

AnyRoR ગુજરાત વેબસાઇટClick Here
i-ORA ગુજરાત વેબસાઇટClick Here

Leave a Comment