e-EPIC ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો

મોબાઈલ નવા યુગની એવી ટેકનોલોજી છે કે જેને આખુ વિશ્વ ઉપયોગ કરે છે. આ સ્માર્ટફોન ઈન્ટરનેટ સાથે તમારા કેટલાય કામ કરે છે. ભારત સરકારની મોટાભાગની સર્વિસ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમા ડિજીલોકર પણ સામેલ છે, ડિઝીલોકરમાં મહત્વપુર્ણ દસ્તાવેજ રાખવામાં આવે છે.ભારતીય ચૂંટણી પંચે ભારતના દરેક 18 વર્ષની ઉંમરના વ્યક્તિને મતદાન ઓળખકાર્ડ આપ્યું છે, જે નગરપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીમા મતદાન માટે પ્રાથમિક ઓળખકાર્ડ તરીકે કામ કરે છે. હવે દેશમાં ચૂંટણી આવી રહી છે તો તમે ડિજિટલ વોટર આઈડી કાર્ડને તમારા સ્માર્ટફોનમાં સ્ટોર કરી શકો છો.

e-EPIC ચૂંટણી કાર્ડના ફાયદા

મતદાર e-EPICને તેના ફોન સ્ટોરેજમાં સેવ શકે છે અથવા તેને ડીજી લોકરમાં અપલોડ કરી શકે છે. નોંધપાત્ર રીતે મતદાર ID કાર્ડના ડિજિટલ વર્ઝનનો ઉપયોગ મતદાર ID, સરનામું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈપણ ચકાસણી પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે. તે એક સુરક્ષિત દસ્તાવેજ છે અને હેકર્સ તેની સાથે ચેડા કરી શકતા નથી અથવા તેનો ઉપયોગ વપરાશકર્તાઓની અંગત વિગતોની ચોરી કરવા માટે કરી શકતા નથી.

e-EPIC ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • સૌથી પહેલા ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://voterportal.eci.gov.in या https://nvsp.in/
  • આ સુવિધાનો ઉપયોગ કરવા માટે NVSP પોર્ટલ પર એકાઉન્ટ હોવુ જરૂરી છે.
  • જો તમારું એકાઉન્ટ નથી તો પહેલા એકાઉન્ટ બનાવો અને પછી લૉગઈન કરો.
  • તમે થોડી જાણકારી આપીને પોતાનુ એકાઉન્ટ રજીસ્ટર્ડ કરાવી શકો છો.
  • રજીસ્ટ્રેશન બાદ NVSP પોર્ટલ પર લૉગઈન કરો. તો પહેલાથી રજીસ્ટર્ડ યુઝર્સ સીધા લૉગઈન કરો.
  • હવે તમારો ઈલેક્શન ફોટો આઈડેન્ટી કાર્ડનો નંબર નાખો પછી ફોર્મ રિફ્રેશ નંબર નાખીને રાજ્ય સિલેક્ટ કરો.
  • તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
  • હવે Download e-EPIC પર ક્લિક કરો.
  • આમ કરતા તમારા મતદાર કાર્ડની PDF ફાઈલ (e-EPIC) ડાઉલોડ થઇ જશે.
  • તમે e-EPIC એટલેકે મતદાર કાર્ડને સેવ કરી શકો છો અથવા તેની પ્રિન્ટ કાઢી શકો છો.
આ પણ વાંચો  3D સોશિયલ મીડિયા ઈમેજ બનાવો એક જ મિનિટમાં

તમે પણ e-EPIC ડાઉનલોડ કરો આ રીતે ?

સૌપ્રથમ તમારે e-EPIC ડાઉનલોડ કરવા માટે વોટર પોર્ટલ, વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ કે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સાઈટ પર જવાનું રહેશે.
વોટર પોર્ટલની વેબસાઈટ http://voterportal.eci.gov.in/ અને NVSP ની સાઈટ https://nvsp.in/ છે. આ ઉપરાંત તમે ગૂગલ પ્લેમાંથી વોટર મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.
જો e-EPIC ડાઉનલોડ કરવા માગો છો, પરંતુ E-EPIC નંબર ખોવાયો છે તો તમે ઈલેક્ટોરલ ફોર્મને http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પર સર્ચ કરો. અહીંથી તમે તમારો e-EPIC નંબર મેળવી શકો છો.

આ રીતે કરો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર

  • KYC પૂર્ણ કરવા માટે e-KYC પર ક્લિક કરો.
  • ફેસ લાઈવનેસ વેરીફિકેશન પરથી પસાર થાઓ.
  • KYC પૂર્ણ કરવા માટે તમારો મોબાઇલ નંબર અપડેટ કરો. કેવાયસી પૂર્ણ કરવા માટે તમારે કેમેરા સાથેના ડિવાઈસની જરૂર છે, તે સ્માર્ટફોન/લેપટોપ હોઈ શકે છે.
  • પછી તમે e-EPIC ડાઉનલોડ કરી શકશો.

મોબાઈલ એપથી ડાઉનલોડ આ રીતે

  • સૌથી પહેલા ચૂંટણી પંચના વોટર પોર્ટલ પર રજિસ્ટર અથવા લોગ ઈન કરો. 2. હવે મેન્યુમાં જઈને Download e-EPIC પર ક્લિક કરો.
  • અહીં તમારે તમારો EPIC નંબર અથવા તો Form Reference number નાખવાનો રહેશે.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP વેરિફાય કરો.
  • બસ હવે Dowload e-EPIC પર ક્લિક કરો અને તમારું ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ થઈ જશે.

Leave a Comment