જુઓ રવિવારનું રાશિ ભવિષ્ય – 17 માર્ચ

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)

  • મેષ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે તેમજ જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.)

  • કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.)

  • આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે તેમજ પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે

કર્ક (ડ.હ.)

  • કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે

સિંહ (મ.ટ.)

  • સિંહ રાશિના જાતકોને પિતા અથવા વડીલનો સહકાર મળશે તેમજ ભાગ્યબળનો વધારો થશે અને પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે

કન્યા (પ.ઠ.ણ.)

  • પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.)

  • ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે અને ધન હાનિની સંભાવના છે

વૃશ્ચિક (ન.ય.)

  • હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

  • ધન રાશિના જાતકોને આર્થિક યોજનાઓ સફળ બનશે તેમજ સન્માન અને ધનનો લાભ મળશે અને સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે

મકર (ખ.જ.)

  • ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
આ પણ વાંચો  જુઓ શનિવારનું રાશિ ભવિષ્ય: મેષ, કર્ક, તુલા રાશિના લોકોએ આજે રહેવું સાવધાન,જાણો આજનું રાશિફળ

કુંભ (ગ.શ.ષ.સ.)

  • ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)

  • મીન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે, પરિવારજનોનો સહયોગ મળશે અને ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું

શુભાંક – આજનો શુભ અંક છે 8
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય – આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે ઉત્તર – નૈઋત્ય
રાશિ ઘાત – મેષ રાશિ (અ.લ.ઈ.)

Leave a Comment