ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરો, અહીંથી જાણો માહિતી

શું તમે GSRTC ST બસ ક્યાં પોંહચી છે તે જાણવા ઈચ્છો છો? અહીંથી તમે GSRTC ST બસ નું લાઈવ લોકેશન તેમન ઓનલાઈને ટિકિટ બુક કરી શકશો. તેમજ બસની ટિકિટ ડાઉનલોડ કરી શકશો. આ પોસ્ટ દ્વારા તમે જાતે ઘરે બેઠા બસ નો સમય, બસ નું લાઈવ લોકેશન, GSRTC ટિકિટ બુક કરી શકશો. તો ચાલોઅપને આ વિષે વધુ માહિતી મેળવીએ.

તમે પણ અવાર-નવાર બસની મુસાફરી કરો છો. મુસાફરી માટે ટિકિટ બુકિંગ માટે ઘણી વાર લાઇનમાં ઊભા રહ્યા હશો. તેમજ ઘણીવાર બસનો સમય જાણવા પૂછપરછની બારીએ બસનો સમય જાણવા ગયા હશો. આને ધ્યાન રાખીને GSRTC દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ એટલે GSRTC Booking Application આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ એપના ફાયદા શું છે? આ એપ કયી રીતે ડાઉનલોડ કરવી? તેનો ઉપયોગ કયી રીતે કરવો?

GSRTC બસ લાઈવ લોકેશન

આ એપ્પ દ્વારા ગુજરાત ઓલ બસ ડેપો હેલ્પલાઇન નંબર, ટ્રેક બસ, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક માટે ખૂબ જ ઉપયોગી એપ છે. એપ્લિકેશન પ્રકારો સાથે બસ નંબરો બતાવે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ અને GSRTC Bus PNR Status પ્રદાન કરતી એક પેસેન્જર પરિવહન સંસ્થા છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ બસ પૂરી પાડતી પેસેન્જર પરિવહન સંસ્થા છે.

હવે ઘરે બેઠા થશે ટિકિટ બુક

ગુજરાતના દરેક બસ ડેપો હેલ્પલાઇન નંબર, બસને ટ્રેક કરવા, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક જાણવા માટેની ખૂબ જ ઉપયોગી એપ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ગુજરાત અને તેના પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ અને GSRTC બસ PNR સ્થિતિ પ્રદાન કરતી એક પેસેન્જર પરિવહન સંસ્થા છે. GSRTC દ્વારા બનાવવામાં આવેલી એપની મદદથી હવે ઘરે બેઠા ટિકિટ બુક કરવી શકાય છે. તેમજ લાઈવ બસનું લોકેશન અને આગળનું સ્ટેશન જાની શકાય છે.

આ પણ વાંચો  ગુજરાતી કિડ્સ એપ: બાળકોને ઘરે બેઠા ગમ્મત સાથે જ્ઞાન મેળવવા માટેની બેસ્ટ એપ

GSRTCની મોબાઈલ એપમાં મળવાપાત્ર સુવિધા

 • Advance Booking : આ ઓપ્શનમાં મુસાફર પોતાની ટિકિટ 60 દિવસ અગાઉથી બૂક કરી શકશે.
 • Booking on route : આ ઓપ્શનમાં બસ ઉપડી ગઈ હશે તો પણ બૂક કરી શકાશે. જેમ કે રાજકોટથી અમદાવાદ જતી બસ રાજકોટથી ઉપડી ગઈ હોય તો પણ મોરબીનો મુસાફર બૂક કરી શકશે.
 • Ticket cancellation : મુસાફર પોતાની ટિકિટ બસ ઉપડ્યાના 1 કલાક પહેલા કેન્સલ કરી શકે છે જેમાં PNR નંબર, ઈ-મેઈલ, મોબાઈલ નંબર, અને TXN પાસવર્ડ દ્વારા ટિકિટ કેન્સલ થશે.
 • View Booking : આ ઓપ્શનમાં મુસાફર પોતાની બૂક કરેલી ટિકિટની માહિતી ઈ-મેઈલમાં પણ મેળવી શકે છે.
 • Track My Bus : મુસાફર પોતાની બૂક કરેલી બસની ચોક્કસ માહિતી ટ્રેક બસમાંથી મેળવી શકે છે. જેમાં બસનું લાઈવ લોકેશન પણ જાણી શકાશે.
 • Retrieve transaction password : યાત્રિક પોતાની ટિકિટ કેન્સલ કરવા માંગતા હોય અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો આ ઓપ્શનથી મેળવી શકે છે.
 • SMS Tickets : આ ઓપ્શનથી યાત્રિકે બૂક કરેલી ટિકિટનો મેસેજ કે Pdf ઈ-મેઈલ મારફત મેળવી શકે છે.

GSRTC નજીકના સ્ટેશનો

 • બે સ્ટેશનો વચ્ચે બસ શોધો
 • નકશા પર લાઇવ બસ
 • ETA શેર કરો
 • શેડ્યૂલ તપાસો
 • સેવાને તમારા મનપસંદ તરીકે સેટ કરો

જીએસઆરટીસી એપ્લીકેશન એન-રૂટ સ્ટેશનો પર રાજ્ય પરિવહન બસોના વાસ્તવિક સમયનો ઇટીએ અને નકશા પર જીએસઆરટીસી બસનું ચોક્કસ સ્થાન પ્રદાન કરે છે.

એપ ડાઉનલોડ કરવાની લિંક

GSRTC BUS એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

Leave a Comment