ભારતની વર્લ્ડ કપ ટીમમાં થઈ શકે મોટા ફેરફાર, 9 ખેલાડી બદલાશે! જુઓ સંભવિત ખેલાડીઓનું લિસ્ટ

ભારતની T20 વર્લ્ડકપ ટીમમાં ઘણા ફેરફાર થવાની શક્યતા છે. છેલ્લી વખતે ટીમનો ભાગ હતા તેવા મોટા ખેલાડીઓનું બહાર થવું નિશ્ચિત છે

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા તમામ ભારતીય ખેલાડીઓ પોતાની રમત બતાવી રહ્યા છે. પસંદગીકારોની નજર પણ ટૂર્નામેન્ટ પર છે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ગત વખતે પસંદ કરાયેલી ટીમમાંથી 9 ખેલાડીઓ એવા છે જેમને આ વખતની ટીમમાં ભાગ્યે જ તક આપવામાં આવશે. ભારતીય ટીમની ICC T20 વર્લ્ડ કપ ટીમની દરેક ભારતીય રાહ જોઇ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા તમામ ભારતીય ખેલાડીઓ ઇન્ડિયાની ટીમમાં સામેલ થવા માટે પોતાનું પરફોર્મસ બતાવી રહ્યા છે. પસંદગીકારોની નજર પણ ટૂર્નામેન્ટ પર છે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ગત વખતે પસંદ કરાયેલી ટીમમાંથી 9 ખેલાડીઓ એવા છે જેમને આ વખતની ટીમમાં ભાગ્યે જ તક આપવામાં આવશે.

ટીમમાં મોટા બદલાવની શક્યતા

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા ઘણા એવા ખેલાડીઓ છે જેમને છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારત માટે રમવાની તક મળી હતી. આ વખતની ટીમ કેવી હશે તે અંગે દરેકના મનમાં પ્રશ્ન છે. IPLમાં આ વખતે ઘણા ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમમાં પોતાની જગ્યા બનાવવાનો દાવો કરી રહ્યા છે. ગત વખતે ટૂર્નામેન્ટમાં રમનારા ખેલાડીઓમાંથી 9 એવા નામ છે જેમના નામની આ વખતે ભાગ્યે જ ચર્ચા થશે.

ગત વખતની T20 વર્લ્ડ કપની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, આર અશ્વિન, દીપક હુડા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ

ગત વખતની આ ટીમમાંથી 9 નામ એવા છે જેમની હકાલપટ્ટી નિશ્ચિત માનવામાં આવે છે. ગત વખતે વાઇસ કેપ્ટન રહેલા કેએલ રાહુલ કદાચ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આર અશ્વિન, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને હર્ષલ પટેલ માટે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે. દિનેશ કાર્તિકની ચર્ચા ચોક્કસપણે જોરમાં છે પરંતુ પસંદગીકારોએ આ અંગે મોટો નિર્ણય લેવો પડશે. અક્ષર પટેલનું પ્રદર્શન પણ તેને આ વખતે T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન અપાવી શકશે નહીં.

આ પણ વાંચો  IPL 2023 : હવે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમની કમાન આ ખેલાડીના હાથમાં

T20 વર્લ્ડ કપ 2024 ની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, સંજુ સેમસન, શુભમન ગિલ.

Leave a Comment