આ 10 વિદેશી ખેલાડીઓ સૌથી વધુ હોટ ફેવરિટ, હરાજીમાં લાગી શકે છે કરોડોની બોલી, 2 નામ ચોંકાવનારા

ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ અને તમામ 10 ફ્રેન્ચાઈઝીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ હરાજી ડિસેમ્બરમાં કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. 10 ખેલાડી એવા હશે, જે આ લિસ્ટનો હિસ્સો નહીં હોય, પરંતુ IPL 2024માં તેમની હરાજી પર મોટો દાવ રમવામાં આવશે.

ટ્રેવિસ હેડ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ અને ફાઈનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહી ચૂક્યા છે. તમામ ફ્રેન્ચાઈઝી આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને IPL હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવશે. આ ખેલાડી ઓપનિંગમાં શાનદાર બેટીંગ કરે છે અને ધીમી ઈનિંગ રમીને ટીમને વિજય તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

રચિન રવિન્દ્ર

યુઝીલેન્ડના આ યુવા સ્ટારે વર્લ્ડ કપ 2023 દરમિયાન ધૂમ મચાવી હતી. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 10 મેચમાં તેણે 64.22ની એવરેજથી 578 રન બનાવ્યા હતા. આ બેટ્સમેન સ્પિનની સામે શાનદાર રીતે રમી શકે છે.

બોસ ડી લીડે

નેધરલેન્ડના આ ઓલરાઉન્ડર ખેલાડીએ બોલિંગ અને બેટીંગથી તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ 9 મેચમાં 16 વિકેટ લીધી હતી. ઉપરાંત બેટીંગ પણ સારી કરી છે.

ડેવિડ મલાન

ઇંગ્લેન્ડના આ દમદાર ઓપનરે વર્લ્ડકપ 2023માં વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. આ ખેલાડી T20માં શાનદાર ક્રિકેટર સાબિત થઈ શકે છે. ગઈ IPL સીઝનમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો પરંતુ આ વખતે હરાજીમાં સારી રકમ મળવાની શક્યતાઓ છે.

પૈટ કમિંસ

આ ઓસ્ટ્રેલિયન કેપ્ટને ગત IPL સીઝનમાં દરમિયાન પોતાની ટીમથી અલગ થઈ ગયો હતો. અંગત કારણોસર કરાર સમાપ્ત કરવો પડ્યો હતો. આ વખતે ફરીથી હરાજીમાં ભાગ લઈ શકે છે.

સાદિરા સમરવિક્રમા

શ્રીલંકાના આ બેટ્સમેને વર્લ્ડ કપ 2023માં 53ની બેટિંગ એવરેજથી અને 100+ના સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા હતા. સાદિરા સમરવિક્રમાએ વર્લ્ડ કપ 2023માં 373 રન બનાવ્યા છે.

આ પણ વાંચો  વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે 33 કરોડ રૂપિયા: હારી ગયા તો આટલા રૂપિયામાં કરવો પડશે સંતોષ

મિચેલ સ્ટાર્ક

આ ઓસ્ટ્રેલિયાન ખેલાડીએ અગાઉ પણ IPL રમી છે. મિચેલ સ્ટાર્ક IPLની હરાજી નોંધણી કરાવશે તો આ સીઝનના સૌથી મોંઘા ફાસ્ટ બોલરોમાંથી એક હોઈ શકે છે.

દિલશાન મદુશંક

શ્રીલંકાના આ ફાસ્ટ બોલરે વર્લ્ડ કપ 2023ની 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા નંબરે છે. શ્રીલંકાની ટીમમાં આ એકમાત્ર ખેલાડીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. IPLની હરાજીમાં આ ખેલાડીને સારી કિંમત મળી શકે છે.

અજમતુલ્લાહ ઓમરજઈ

અફઘાનિસ્તાનના આ યુવા ઓલરાઉન્ડરે ટુર્નામેન્ટ દરમિયાન બધાનું ધ્યાન પોતાના પર ખેંચ્યું હતું. આ ખેલાડીએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 9 મેચમાં 98ની સ્ટ્રાઈક રેટથી 353 રન કર્યા છે. અજમતુલ્લાહ ઓમરજઈએ 7ના ઇકોનોમી રેટ અને 38ની બોલિંગ એવરેજ સાથે 7 વિકેટ પણ લીધી હતી.

ગેરાલ્ડ કોએત્જી

વર્લ્ડ કપ 2023માં ટોપ5 વિકેટ લેનાર બોલરોમાં આ ખેલાડીનું નામ શામેલ છે. માત્ર 8 મેચમાં 20 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમમાં ઘણી વિકેટ લીધી છે.

Leave a Comment