વાહ! ધો. 12 પાસને પણ મળી શકે છે Googleમાં જોબ? ફટાફટ નોટ કરી લો આ ટિપ્સ, કરોડોમાં હશે સેલરી

ગૂગલમાં નોકરી મેળવવી સરળ નથી. ગૂગલમાં નોકરી મેળવવા માટે, શૈક્ષણિક લાયકાત અને સ્કિલ્સ ખૂબ જ જરૂરી છે. ગૂગલની હાયરિંગ પ્રોસેસ ખૂબ જ મુશ્કેલ છે. ઇન્ટરવ્યૂના અલગ અલગ રાઉન્ડ પછી શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. નોકરી મેળવવા માંગતા લોકોને મનમાં સવાલ થાય છે કે, શું 12 પાસ ઉમેદવાર પણ ગૂગલમાં નોકરી મેળવી શકે છે?

Googleમાં નોકરી મેળવવા કરવા માટે, સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ણ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાનોને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. ગૂગલની સત્તાવાર વેબસાઇટ google.com પર જોબ લિસ્ટ કરવામાં આવે છે. જો તમે Googleમાં નોકરી માટે અરજી કરવા માંગો છો તો તમે google.com/careers ચેક કરી શકો છો.

12 પાસ ઉમેદવાર ગૂગલમાં નોકરી કેવી રીતે મેળવી શકે?

ગૂગલની હાયરિંગ પ્રોસેસ અને નિયમો ખૂબ જ કડક છે. પ્રતિભાશાળી અને અનુભવી લોકોને પણ ગૂગલમાં નોકરી મેળવવામાં મુશ્કેલી થાય છે. 10-12 પાસને ગૂગલમાં સીધી નોકરી મળી શકે નહીં. ગૂગલમાં નોકરી મેળવવા માટે ઉમેદવાર પાસે ડિગ્રી હોવી જરૂરી છે. Google મોટા ભાગે ફક્ત ટેકનિકલ પોસ્ટ્સ માટે જ ભરતી કરે છે.

ગૂગલ જોબ

Googleમાં નોકરી મેળવવા માટે, તમારે તમારા રિઝ્યુમ પર ધ્યાન આપવું જરૂરી છે. 12 પાસ પછી તૈયારી શરૂ કરી શકો છો, જેમાં ઘણા વર્ષોનો સમય લાગી શકે છે.

  • 12 પાસ કર્યા પછી તમારા રિઝ્યુમને મેઈન્ટેઈન કરો. તમારા રિઝ્યૂમમાં તમારી સ્કિલને હાઇલાઇટ કરો. તમે કેવા પ્રકારનું કામ કરી શકો છો અને તમારી કુશળતા શું છે તે સ્પષ્ટ રીતે સમજાવો.
  • રિઝ્યુમમાં GPA અને કોર્સની પૂરી જાણકારી આપવી. એકેડમિક ઉપલબ્ધિઓ, કોર્સ અને પ્રોજેક્ટ ડિટેઈલ્સ આપો. જો કોઈ સર્ટીફિકેટ કોર્સ કર્યો હોય તો તેની જાણકારી આપવી.
  • ગૂગલ તેના કર્મચારીને સાવધાનીપૂર્વક હાયર કરે છે. રિઝ્યુમમાં વર્ક સ્ટ્રેટેજી વિશે જાણકારી આપો. ગૂગલના ગ્રોથમાં કેવી રીતે મદદ કરી શકો છો, તેના પર ધ્યાન આપો.
  • રિઝ્યુમમાં લીડરશીપ સ્કિલ્સ દર્શાવો. કોઈ ઓર્ગેનાઈઝેશનમાં લીડરશીપ કરી છે, તો તેના વિશે પણ જણાવો. ટીમ સ્ટ્રેટેજી અને કાર્યક્ષમતાની માહિતી આપો.

Leave a Comment