અમદાવાદમાં સવા લાખ લોકોને ચૂપ કરાવી દેવાના ઈરાદા સાથે ઉતરશે ઑસ્ટ્રેલિયાની ટીમ, કેપ્ટને કમિન્સે જુઓ શું કહ્યું

વર્લ્ડ કપ 2023ની બેસ્ટ ટીમ ‘ઈન્ડિયા’નો ફાઈનલમાં સામનો કર્યા સિવાય ઑસ્ટ્રેલિયાની ટીમ માટે વધુ એક પડકાર છે. 1.3 લાખ ભારતીયોનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામનો કરવો ઑસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.  દુનિયાનાં સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ રવિવારે ફાઈનલ મેચનાં દિવસે હાઉસફૂલ રહે તેવી સંભાવના છે. 1.30 લાખ દર્શકો મોટાભાગે બ્લૂ જર્સીમાં ટીમ ઈન્ડિયાનાં સપોર્ટમાં હશે ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ પર પ્રેશર વધી શકે છે.

ઑસ્ટ્રેલિયા સામે મોટો ચેલેન્જ

ટીમ ઈન્ડિયાનો ફિલ્ડ પર સામનો કર્યા સિવાય ઑસ્ટ્રેલિયા સામે મોટો ચેલેન્જ 1.3 લાખ લોકોનો સ્ટેડિયમમાં મેચ દરમિયાન સામનો કરવાનો છે. બ્લૂ જર્સીમાં ઈન્ડિયાનો સપોર્ટ કરતાં દર્શકો ઑસ્ટ્રેલિયાનાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગાવવા માટે સક્ષમ છે તેવામાં ઑસ્ટ્રેલિયાની ટીમનાં કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે,’ તેમની ટીમ આ ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે.’

ભીડ એકતરફી હશે: પેટ કમિન્સ

ભૂતકાળનાં ઑસ્ટ્રેલિયન કેપ્ટન્સ સ્ટિવ અને રિકીનાં રસ્તે ચાલતાં કમિન્સે કહ્યું કે આ ફાઈનલ મેચ દરમિયાન તેમનો ટાર્ગેટ ભીડને શાંત કરી દેવાનો રહેશે. તેમણે કહ્યું કે,’ એ તો સ્વભાવીક છે કે ભીડ એકતરફી હશે. તેવામાં આટલા મોટા ક્રાઉડને શાંત પાડવાનો અમારો આવતીકાલનો ઉદેશ્ય રહેશે.’

પેટ કમિન્સે કરી મનની વાત

પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન પેટ કમિન્સે કહ્યું કે,’ મને લાગે છે કે તમારે આ બાબતને સ્વીકારવું જ પડશે. ફાઈનલ મેચનાં તમામ પાસાને તમારે સ્વીકારવું જ પડશે. ફાઈનલ દરમિયાન ખૂબ અવાજ હશે, ઘણાં લોકો હશે, તેવામાં તમે ગભરાઈ ન શકો. તમારે આ પાસાને પણ પ્રેમથી સ્વીકારવો પડે. પરિણામ જે પણ આવે, પણ તમારે આ દિવસ વગર કોઈ અફસોસ પૂરો કરવાનો જ છે.’

Leave a Comment