ઇનકમ ટેક્સ રેડ: 94 કરોડ તો ખાલી રોકડા, 8 કરોડના ડાયમંડ, 30થી વધુ ઘડિયાળો, લક્ષરીયસ કાર્સ: રિયલ એસ્ટેટ બિઝનેસમેનને ત્યાં રેડ!!!

કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55થી વધારે જગ્યાઓ પર રેડ પાડીને ઈનકમ ટેક્સ વિભાગે લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

સર્ચિંગ દરમિયાન 3થી 4 રાજ્યોમાં પડી રેડ

CBDT એ જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ 55 જગ્યાઓ પર રેડ પડી હતી. આ તમામ જગ્યાઓમાંથી 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

કુલ 102 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત

CBDTએ નિવેદનમાં કહ્યું હતું કે સર્ચિંગનાં પરિણામ સ્વરૂપમાં 94 કરોડની રોકડ સિવાય કુલ 102 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિશેની માહિતી આપતાં CBDTએ જણાવ્યું કે આ સિવાય એક ‘એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી પાસેથી લગભગ 30 લક્ઝરી વિદેશી વોચ (કાંડા ઘડિયાળ) નું કલેક્શન મળી આવ્યું છે.

BJP- કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ

બેહિસાબી રોકડ મળ્યાં બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો બીજી તરફ CM સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર છે જણાવ્યું હતું.

Leave a Comment