નવા વર્ષમાં ભૂલ્યા વગર કરી લેજો આ કામનું કામ! 5-5 હજારના મળશે 20 લાખ, 2024 શું જિંદગીભર નહીં પડે પૈસાની તંગી

દરેક લોકો ઈચ્છે છે કે તેમની તમામ મનોકામનાઓ નવા વર્ષે પૂર્ણ થાય. તેમનો આર્થિક વિકાસ થાય અને તેઓ સુખ-સંપન્ન બને. પણ કેટલાક લોકો રિસ્ક લેવાથી ગભરાતા હોય છે. જો તમે ખરેખર પોતાની સ્થિતિ બદલવા ઈચ્છો છો તો કેટલાક નિર્ણયો લેવા પડશે. કેટલીક ચીજોની આદત નાખવી પડશે. કારણ કે આ એક નિર્ણયથી તમારું આખું જીવન સુધરી શકે છે.

ખર્ચ પર કંટ્રોલ

સૌથી પહેલા તો પોતાની આવક અને ખર્ચનું તાલમેલ જાળવવું ખુબ જરૂરી છે. તેના માટી જરૂરી નથી કે તમારી આવક ઘણી વધારે હોવી જોઈએ. જેટલી પણ કમાણી હોય તેમા બચતને પ્રાથમિકતા આપવી. વ્યર્થ ચીજો પર ખર્ચ ઓછો થાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તમે કહેશો કે આ કેવી રીતે શક્ય બનશે? તેનો જવાબ છે SIP.

SIPની શરૂઆત

માની લો કે હાલમાં તમારી સેલેરી 20 હજાર રૂપિયા છે. તેમાં તમે તમારા ઘરનો ખર્ચો ચલાવી રહ્યાં છો તો તમે આવતાં વર્ષે બચત કઈ રીતે કરશો? આવી સ્થિતિમાં તમારે તમારી સેલેરી 20000 નહીં પણ 18000 વિચારીને ચાલવું. 2 હજાર રૂપિયાનું રોકાણ તમારે મ્યૂચ્યુલ ફંડ્સમાં SIP ધોરણે કરવું.

શરૂઆતમાં 10%થી શરૂઆત કરવી

18000 રૂપિયામાં તમામ ખર્ચ કરવા પડશે. 2000 રૂપિયાની ફરજિયાત બચત કરવાથી જ થોડા વર્ષોમાં આર્થિક સધ્ધરતા આવશે. જો તમે વ્યર્થ ખર્ચાઓ પર લગામ મૂકો છો તો દરમહિને તમે 2 હજાર રૂપિયા બચાવી શકશો અને વાર્ષિક 24000 રૂપિયાની બચત SIPમાં કરી શકશો.

આ વર્ષમાં જ દેખાશે પરિણામ

શરૂઆતનાં 6 મહિના તમને આર્થિક સમસ્યાઓ આવી શકે છે પણ 2024નાં અંત સુધીમાં તમારી પાસે સારી એવી જમાપૂંજી હશે જેના પર આશરે 12% તમને વાર્ષિક વ્યાજ મળશે. ઉપરાંત નોકરી કરનારાઓની સેલેરીમાં પણ દરવર્ષે વધારો થતો હોય છે. તેથી તમારા માટે રોકાણ કરવું વધારે સરળ બની જશે. 5 વર્ષ બાદ તમારી પાસે આશરે 2 લાખ રૂપિયા જમા થઈ ગયાં હશે. જેનાથી તમે આર્થિક રીતે મજબૂત બનશો.

આ પણ વાંચો  આવતીકાલના શેર માર્કેટ પર કેવી હશે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામની અસર? જાણો છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ

5000 રૂપિયાનાં રોકાણ પર આ પરિણામ

જો તમે તમારી સેલેરીમાંથી 5 હજાર રૂપિયાનું માસિક રોકાણ કરવા સક્ષમ છો તો SIPમાં રોકવા જોઈએ. 10 વર્ષમાં 12%નાં હિસાબે તમારી પાસે આશરે 16-17 લાખ રૂપિયાની બચત થઈ જશે. તેવામાં જો વ્યાજદરોમાં વધારો થયો તો શક્ય છે કે 20 લાખ રૂપિયા પણ જમા થાય.

Leave a Comment