ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે શેરબજારના તમામ પોઇંટ્સ રેડ કેંડલમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 483 પોઈન્ટ ઘટીને 65,512 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ ઘટીને 19,512 પર આવી ગયો હતો. સરકારી બેંકિંગ, મેટલ અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી નોંધાઈ હતી. અગાઉ શુક્રવારે સ્થાનિક બજારમાં ખરીદી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 364 પોઈન્ટના ઉછાળા સાથે 65,995 પર બંધ થયો છે.
જ્યારે પણ કોઈ યુદ્ધ, મહામારી કે અન્ય કટોકટીના કારણે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે શેરબજારોમાં ઉથલપાથલનું વાતાવરણ જોવા મળે છે. કોરોના રોગચાળો હોય કે રશિયા-યુક્રેન સંઘર્ષ, હવે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ (ઇઝરાયેલ-હમાસ યુદ્ધ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સમાન સ્થિતિ જોવા મળી રહી છે. તેની અસર ભારત સહિત વિશ્વભરના બજારોમાં દેખાવા લાગી છે. ઇઝરાયલનું શેરબજાર પહેલાથી જ તૂટી ગયું છે અને સોમવારે ખુલતાની સાથે જ ભારતીય શેરબજાર પણ તૂટી ગયું છે. બીએસઈનો સેન્સેક્સ ઈન્ડેક્સ લગભગ 500 પોઈન્ટ તૂટ્યો.
સેન્સેક્સમાં મોટો ઘટાડો
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે વધતી ચિંતા વચ્ચે વીકના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારે ઘટાડા સાથે રેડ કેંડલમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં સવારે 9.20 વાગ્યે 452 પોઈન્ટ ઘટીને 65,525.65ના સ્તરે પહોંચ્યો હતો. બજાર ખુલતા પહેલા જ પ્રી-ઓપનિંગ માર્કેટમાં સેન્સેક્સ 702.86 પોઈન્ટના ઘટાડા સાથે મુવમેંટ કરતો જણાયો હતો.
માર્કેટની શરૂઆતમાં જ નિફ્ટી તૂટ્યો
આ પહેલા શુક્રવારે સ્થાનિક બજારમાં સારી ખરીદી જોવા મળી હતી અને BSE સેન્સેક્સ 364 પોઈન્ટ વધીને 65,995ના લેવલે બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. એક તરફ પ્રી-ઓપનિંગ માર્કેટમાં સવારે 9.02 વાગ્યે નિફ્ટી 93.65 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, તો બીજી તરફ માર્કેટ ખૂલતાની સાથે જ તેમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને શરૂઆતના કારોબારમાં જ તે 140 પોઈન્ટ તૂટ્યો હતો. અને 19500 ની નજીક પહોંચી ગયો.
રોકાણકારોને રૂ. 4 લાખ કરોડનું નુકસાન
આજે શેરબજાર ખુલતાની સાથે જે ઘટાડો થયો હતો તેની અસર BSE પર લિસ્ટેડ કંપનીઓ પર પણ પડી છે. પ્રારંભિક ઘટાડાને કારણે શુક્રવારે BSEનું માર્કેટ કેપ રૂ. 320 લાખ કરોડથી ઘટીને રૂ. 316 લાખ કરોડ થઈ ગયું હતું. જો આ રીતે જોવામાં આવે તો થોડી જ મિનિટોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોની 4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો લોસ થઈ ગયો હતો.