આ 5 રિયલ્ટી શેર ભવિષ્યમાં આપશે સારું રિટર્ન! જાણો આ 5 શેર ક્યાં ક્યાં છે?

રિયલ્ટી સ્ટોક્સ ઘણા વર્ષો પછી ફરીથી પોતાનો દબદબો બનાવી રહ્યા છે. વર્ષ 2023માં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ (Nifty Realty અત્યાર સુધીમાં 32.10% વધ્યો છે. આ સમયગાળામાં બેન્ચમાર્ક નિફ્ટીમાં માત્ર 7.29 ટકાનો વધારો થયો છે. આગામી સમયમાં પણ રિયલ્ટી શેર રોકાણકારોને સારો નફો આપે તેવી શક્યતા ટેવાઇ રહી છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ પણ રિયલ્ટી સેક્ટરના પાંચ શેરોમાં તેજી ધરાવે છે. બ્રોકરેજ મોતીલાલ ઓસવાલનું કહેવું એવું છે કે રોકાણકારો આગામી એક વર્ષમાં નીચે આપેલા શેરોમાંથી લગભગ 22% નફો મેળવી શકે છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ

મોતીલાલ ઓસવાલે રોકાણકારોને ગોદરેજ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપતા જણાવ્યુ હતું કે બ્આ સ્ટોક એક વર્ષમાં 22% વધી શકે છે. શુક્રવારે NSE પર આ શેર 1.16% ના વધારા સાથે રૂ. 1,555 પર બંધ થયો હતો. મોતીલાલ ઓસવાલે તેની ટાર્ગેટ પ્રાઇઝ રૂ. 1915 નક્કી કરી છે.

મેક્રોટેક ડેવલપર્સ

મોતીલાલ ઓસવાલે મેક્રોટેક ડેવલપર્સના શેરમાં નાણાં રોકવાની પણ સલાહ આપી છે. તેમનો મત એવો છે કે આવનારા સમયમાં આ શેર 850 રૂપિયા સુધી જઈ શકે છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે આ શેર NSE પર રૂ. 795.10 ના સ્તરે ક્લોઝ થયો હતો.

શોભા લિમિટેડ

મોતીલાલ ઓસ્વાલના ટોપ-5 રિયલ્ટી શેરોની યાદીમાં શોભા લિમિટેડ ત્રીજા ક્રમ ઉપર છે. બ્રોકરેજે આ સ્ટોકને બાય રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ રૂ. 750 નક્કી કરી છે. શુક્રવારે NSE પર શોભા લિમિટેડના શેર લગભગ 4% વધારા સાથે રૂ. 701.10 પર બંધ થયા હતા.

પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ

બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલ પણ પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં તેજીમાં છે. ઇન્વેસ્ટરોને આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા પર મોતીલાલ ઓસવાલ એ સ્યોર શૉટ આપ્યો છે. આ શેરની ટાર્ગેટ પ્રાઇઝ Rs. 705 નક્કી કરવામાં આવી છે. શુક્રવારે પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સના શેર નજીવા વધારા સાથે રૂ. 603 પર બંધ થયો હતા. મોતીલાલ ઓસવાલ વર્તમાન સ્તરેથી આ સ્ટોકમાં લગભગ 16.72% ના વધારાની અપેક્ષા રાખી રહ્યું છે.

આ પણ વાંચો  આવતીકાલના શેર માર્કેટ પર કેવી હશે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામની અસર? જાણો છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ

બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ

મોતીલાલ ઓસવાલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસને બાય રેટિંગ પણ આપ્યું છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસનો શેર શુક્રવારે એક ટકા ઘટીને રૂ. 567.90 પર બંધ થયો હતો. મોતીલાલ ઓસવાલે આ શેરની કિંમત 720 રૂપિયા નક્કી કરી છે.

[Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસીસની સલાહ પર આધારિત છે. જો તમે આમાંથી કોઈપણમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો.]

Leave a Comment