આર્યન-ડોમ કઈ રીતે કામ કરે છે?
એર સિક્યુરિટી સિસ્ટમ આર્યન-ડોમના મુખ્ય ત્રણ ભાગ છે પહેલો ભાગ રડાર, બીજો લોન્ચર અને ત્રીજો કમાન્ડ પોસ્ટ. રડાર દ્વારા ડોમ સિસ્ટમ નક્કી કરે છે કે આકાશમાં દેખાતી વસ્તુ જોખમ છે કે નહિ? જે સિસ્ટમથી મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે તેને લોન્ચર કહે છે. મિસાઈલો ટાર્ગેટને શોધીને દિશા બદલી લે છે. આ ઇન્ટર સેપ્ટર હવામાં જ રોકેટનો નાશ કરી દેય છે. જ્યારે કમાન્ડ પોસ્ટથી આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામા આવે છે.
આર્યન-ડોમ સિસ્ટમ છે શું?
ઇઝરાયલે અમેરિકાની મદદથી રાફેલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમને ધ્યાનમાં રાખીને રોકેટ એટેકનો સામનો કરવા માટે આરયાબ ડોમ ડેવલપ કર્યું છે. ઇઝરાયલી સેનાનો દાવો છે કે, આર્યન-ડોમ દુનિયાની સૌથી વિકસિત એર ડિફેન્સ સિસ્ટમ છે અને તેનો સક્સેસ રેટ 90 ટકા કરતાં વધારે છે.
આર્યન-ડોમ આ વખતે નિષ્ફળ કેમ થયું?
ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સાલ્વો રોકેટ હુમલા (ઓછા સમયમાં લોન્ચ કરાયેલ ઘણા રોકેટ) થી ઇઝરાયલ પર હુમલો કર્યો, જેનાથી નિયંત્રણ સિસ્ટમ માટે પણ બધા લક્ષ્યો રોકવા મુશ્કેલ થઈ પડ્યું. આ વખતે માત્ર 20 જ મિનિટમાં 5000 કરતાં વધારે રોકેટ લોન્ચ કરવામાં આવ્યા. તે રોકેટ પણ ટૂંકા અંતરના હતા. તેથી જ્યાં સુધીમાં સિસ્ટમ તેનો અંદાજ બાંધી જવાબી હુમલો કરે ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું.
હમાસ ક્રૂડ રોકેટ તકનિક વિકસિત કરી રહ્યું છે:
હમાસ સતત પોતાની ક્રૂડ રોકેટ તકનિક વિકસિત કરી રહ્યું છે, જોકે, હમાસ દ્વારા લોન્ચ કરાયેલ રોકેટ તેને રોકવા માટે છોડાયેલી તામિર મિસાઇલની તુલનાએ ઘણા સસ્તા છે. ઈઝરાયેલ માટે આર્યન-ડોમ નું મૂલ્ય તેના ખર્ચ કરતાં ઘણું વધારે મહત્વનુ છે. તેને ઘણી બધી વાર પોતાને સાબિત કર્યું છે અસરહીન કરી શકે છે અને લોકોના જીવ બચવી શકે છે.