બસ હવે 2 જ દિવસ બાકી! પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે આ 5 નિયમો, આજે જ પતાવી લો આ કામ

જો તમે મોબાઈલ ફોન વાપરો છો તો તમારા માટે ખાસ ખબર છે કારણકે 1 જાન્યુઆરી 2024થી પાંચ મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે જેની સીધી અસર મોબાઈલ યૂઝર્સ પર પડશે. તેવામાં તમારે 31 ડિસેમ્બરથી પહેલા આ કામ કરી લેવા પડશે નહીંતર તમારા મોબાઈલ ફોનથી UPI પેમેન્ટ નહીં થઈ શકે. સાથે જ સિમકાર્ડ પણ બ્લોક થઈ શકે છે.

નહીં કરી શકો UPI પેમેન્ટ

જો તમે તમારી UPI આઈડીનો ઉપયોગ એકવર્ષ કે તેથી વધારે સમયથી નથી કર્યો તો તમારી UPI Id 31 ડિસેમ્બર 2023 બાદ બંધ થઈ જશે. એટલે કે 1 જાન્યુઆરી 2024થી યૂપીઆઈ પેમેન્ટ જેવા કે ગૂગલ પે, ફોન પે, પેટીએમનો ઉપયોગ તમે નહીં કરી શકો. બચવા માટે તમારે 31 ડિસેમ્બર સુધી UPI આઈડીને બ્લોક કરવું પડશે.

નવો સિમકાર્ડ

1 જાન્યુઆરી 2024થી નવો સિમકાર્ડ લેવું મુશ્કેલ થઈ જશે કારણકે સરકાર નવા નિયમો લાગૂ કરવા જઈ રહી છે જેના લીધે નવો સિમકાર્ડ લેવા માટે બાયોમેટ્રિક ડિટેલ આપવી ફરજિયાત થઈ જશે. આ બિલને રાજ્યસભા અને લોકસભામાંથી પાસ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ બિલ કાયદો બની જશે.

બંધ થશે Gmail એકાઉન્ટ

જે Gmail એકાઉન્ટનો ઉપયોગ 1-2 વર્ષોથી નથી થયો, ગૂગલ એ તમામ એકાઉન્ટને બંધ કરી દેશે. નવા નિયમ પર્સનલ જીમેઈલ એકાઉન્ટ પર લાગૂ થશે. આ નિયમ સ્કૂલ કે બિઝનેસ એકાઉન્ટ પર લાગૂ નહીં થાય. તેવામાં જો તમે તમારા જૂના જીમેઈલ એકાઉન્ટને યૂઝ નથી કર્યું તો તેને એક્ટિવેટ કરવાનું શરૂ કરવું જોઈએ.

લોકર એગ્રીમેન્ટ

RBIએ લોકર એગ્રીમેટનાં રિન્યૂએબલને 31 ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ કરવાનાં આદેશ આપ્યાં છે. નવા વર્ષથી નવા લોકર નિયમો લાગૂ થશે. તેવામાં તમારે 31 ડિસેમ્બર સુધી મંજૂરી આપી દેવી પડશે નહીંતર તમે લોકરનો ઉપયોગ નહીં કરી શકો.

આ પણ વાંચો  હવેથી UPI ટ્રાન્સફર માટે લાગશે 4 કલાકનો સમય! ઓનલાઇન ફ્રોડને અટકાવવા સરકારની પૂર્વ તૈયારી

નોમિની અપડેટ

ડીમેટ એકાઉન્ટ હોલ્ડરે 31 ડિસેમ્બર સુધી નોમિનીની જાણકારી અપડેટ કરવી પડશે. આ પહેલાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર હતી જેને 3 માસ વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.

Leave a Comment