અલ્લુ અર્જુનના જન્મદિવસ પર એટલે કે આજે ફિલ્મ ‘પુષ્પા 2’નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે, આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.
અત્યારે લગભગ લોકો વચ્ચે ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ભારે ચર્ચા છે. તાજેતરમાં જ ફિલ્મમાંથી અલ્લુ અર્જુન અને રશ્મિકાના લુક્સ સામે આવ્યા હતા અને હવે તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ટીઝર રીલીઝ થતાંની સાથે જ વાયરલ થયું છે અને લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ હશે.
જાણીતું છે કે ટીઝર રીલીઝ પહેલા મેકર્સે દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એક નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. જેમાં અલ્લુ અર્જુન ફુલ સ્વેગમાં સિંહાસન પર બેઠો જોવા મળ્યો હતો અને તેના હાથમાં કુહાડી છે.