આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીની થાય છે પૂજા અર્ચના, જાણો પૂજા કરવાની સાચી રીત અને માન્યતા

હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાં જેની ગણતરી થાય છે તેવા મુખ્ય તહેવારોમાના એક તહેવાર એટલે નવરાત્રી. આજે નવરાત્રીનો બીજો દિવસ છે. આજે બીજું નોરતું છે. પાવન બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા આરાધનાનું મહત્વ છે. માન્યતા તો એવી છે કે આ દિવસે ધાર્મિક વિધિ મુજબ દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. માતાજીને ખાંડ પ્રિય હોવાથી આવી સ્થિતિમાં માતાજીને સાકર પ્રસાદી સ્વરૂપે ચડાવવી જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી શક્તિ, ત્યાગ, સંયમ અને ત્યાગમાં વિકાસ થાય છે. માતા બ્રહ્મચારિણા માતા ‘ઉમા’ તરીકે પણ ઓળખાય છે.

આ ભોગથી પ્રસન્ન થાય છે માતા

સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરી અને સાથે માતા બ્રહ્મચારિણીની પૂજા કરો. પહેલાં માતાને દૂધ, દહીં,અત્તર, ધી, મધ અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરવો. મા બ્રહ્મચારિણીને દૂધ અને દૂઘના વ્યંજન પસંદ છે. તો તેનો ભોગ ચઢાવો. આ કરવાથી માતા પ્રસન્ન થાય છે.

માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની રીત

સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા પછી માતાજીને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી મા દુર્ગાની સામે દીવો પ્રગટાવવો. હાથમાં સફેદ ફૂલ લઈને માં બ્રહ્મચારિણીનું ધ્યાન કરવું અને તેને બાદમાં માતાજીને અર્પણ કરવા. અક્ષત, કુમકમ અને સિંદૂર પણ ચઢાવવો જોઈએ. બાદમાં માતાજીને ભોજન અને સોપારી ચઢાવો. પછી માતાજીની 3 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પછી આરતી અને ક્ષમાં માંગવી જોઈએ.

માન્યતા અનુસાર, માતા બ્રહ્મચારિણીએ તેના આગલા જન્મમાં પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો હતો. જેને ભગવાન શંકરને તેના પતિ માંગવા માટે હજારો વર્ષો કઠોર તપસ્યા કરી હતી. આ કારણે તે બ્રહ્મચારિણી તરીકે ઓળખાઇ. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન અને તપની દેવી માનવામાં આવતા હોવાથી જે ભક્ત મા બ્રહ્મચારિણીની નિષ્ઠાથી પૂજા કરે તો જપ અને તપ શક્તિમાં વધારો થાય છે અને તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.

Leave a Comment