આપણા ગુજરાતમાં ગરબા એક અલગ જ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે જો હવે વાત કરવામાં આવે તો ગુજરાતના ગરબા ભારત નહીં પરંતુ પુરા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા છે જો આ વર્ષની વાત કરવામાં આવે તો અમેરિકા, લંડન, યુકે, બ્રાઝિલ જેવા મોટા દેશોમાં પણ ગરબા નો ક્રેઝ વધી રહ્યો છે. આ બધા ગરબાની શરૂઆત આપણા અમદાવાદથી થઈ હતી એવું કહેવામાં આવે છે કે અમદાવાદના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ આપણે અમદાવાદથી લાઈવ નવરાત્રી નીચેની લીંક ઉપરથી…
આમદવાદની નવરાત્રિ કીર્તીદાન ગઢવીના સંગે
શક્તિ અને આરાધનાના મહાપર્વ નવલા નોરતાનો નવરાત્રી મહોત્સવ 15મી ઓક્ટોબરથી શરૂ થઇ ગયો છે ત્યારે જાણીતા લોકગાયક અને દાંડિયા કિંગ કીર્તિદાન ગઢવીના સંગે નવરાત્રી મહોત્સવની ઉજવણી અમદાવાદમાં થઈ રહી છે. આજે નવલી નવરાત્રિનો ચોથો દિવસ આવબી ગયો છે. સૌથી મોટો અને ખાસ થીમ આધારિત નવ દિવસનો આ નવરાત્રી મહોત્સવમાં કીર્તિદાન ગઢવીના સૂર અને તાલના સથવારે ખેલૈયાઓ ઓગણજના પ્રમુખ સ્વામી નગરમાં ઝૂમી ઉઠશે. નોંધનીય છે કે 2022 બાદ 2023માં પણ સતત બીજા વર્ષે કીર્તિદાન ગઢવીનો અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાઇ રહ્યો છે.
યુનાઈટેડ વે બરોડા (વડોદરા) થી લાઈવ નવરાત્રિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદનાં ખેલૈયાઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે
ગુજરાતમાં ભક્તિભાવ અને રંગેચંગે ઉત્સાહપૂર્ણ માહોલમાં નવરાત્રિ પર્વનો આરંભ થયો છે ત્યારે હવે ગુજરાતના ખેલૈયાઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે. આ મુદ્દે ગુજરાત સરકારે ઑફિશ્યલી જાહેરાત કરી નથી, પણ પોલીસને મૌખિક સૂચના અપાઈ છે કે ખેલૈયાઓને ખલેલ ન પહોંચે એ રીતે ગરબા રમવા દેવા. બીજી તરફ નવરાત્રિ પર્વને લઈને અમદાવાદમાં નવરાત્રિ દરમ્યાન મેટ્રો રેલ મોડી રાત સુધી દોડશે.
ગુજરાતનાં દરેક મોટા શહેરની લાઈવ નવરાત્રિ તમારા મોબાઇલમા જોવા અહી ક્લિક કરો
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાહેબે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનની સૂચનથી પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે ગરબે રમનાર લોકોને, ખેલૈયાઓને ખલેલ ન પહોંચે, નવરાત્રિનો આનંદ સૌકોઈ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરે.’
બીજી તરફ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે ૬–૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલતી હોય છે, પરંતુ નવરાત્રિના ઉત્સવને લઈને નવરાત્રિ દરમ્યાન મેટ્રો ટ્રેન સવારે ૬-૨૦ વાગ્યાથી રાતે બે વાગ્યા સુધી દોડાવવા ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશને નિર્ણય કર્યો છે.
1 thought on “અમદાવાદથી લાઈવ નવરાત્રિ 2023”