રાજકોટ શહેરથી લાઈવ નવરાત્રિ 2023

જો રાજકોટની વાત કરવામાં આવે તો દર વર્ષે આ વખતે પણ રાજકોટ વાસીઓએ ગરબાનું ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. રાજેશ આહીર, એશ્વર્યા મજમુદાર જેવા ખૂબ જ સુપ્રસિદ્ધ કલાકારો રાજકોટમાં પધારશે. રાજકોટમાં મવડી, નાના મૌવા, મોટા મૌવા, રાજકોટ રીંગરોડ તેમજ UV ક્લબ બાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં ગરબા અને ખેલૈયાઓ જોવા મળશે. જુઓ રાજકોટ થી ગરબા લાઈવ…

અમદાવાદના શેરી ગરબા હવે રાજકોટમાં

ગરબી મંડળ આ વખતે રાજકોટના લોકો માટે ખૂબ જ અલગ જ પ્રકારના ગરબા લઈને આવ્યું છે જે શેરી ગરબા અત્યાર સુધી અમદાવાદમાં રમાતા હતા તે શેરી ગરબા જોવા કે, રમવા માટે હવે તમારે અમદાવાદ જવાની જરૂર નથી. કારણ કે, મા ગરબી મંડળ રાજકોટમાં પહેલી વખત શેરી ગરબાનો કન્સેપ્ટ લઈને આવ્યું છે. આ ગરબા જોઈને જ તમે મોહી જશો.

અમદાવાદની લાઈવ નવરાત્રિ જોવા માટે અહી ક્લિક કરો

સિંગર અમિત વોરડાએ જણાવ્યું હતું કે, મા ગરબી મંડળ પહેલી વખત રાજકોટમાં શેરી ગરબાનો નવો કોન્સેપ્ટ લઈને આવ્યું છે. જો તમે પ્રાચીન પરંપરા મુજબ ગરબા રમવા અને માતાજીની આરાધના કરવા માંગતા હોય તો તમે મા ગરબી મંડળ દ્વારા આયોજિત શેરી ગરબામાં ભાગ લઈ શકો છો. પ્રાચીન સંસ્કૃતિ મુજબ જે ગરબા થતાં એ જ પ્રકારે અહિંયા ગરબા થાય છે. એ જ લોક ઢાળ, એ જ લોક સંસ્કૃતિ, એ જ લોક પરંપરા મુજબ અહીંયા શેરી ગરબા યોજાય છે. જેમાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ તબલા, ઢોલક, શરણાઈ, મંજીરા સહિતના સંગીતના સાધનો દ્વારા સૂરો રેલાઈ છે અને પ્રાચીન રાહડા રમાય છે. અહીંયા એકદમ પારિવારિક માહોલ ઉભો કરવામાં આવ્યો છે.

યુનાઈટેડ વે બરોડા (વડોદરા) થી લાઈવ નવરાત્રિ જોવા અહી ક્લિક કરો

સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી નાના મોવા રોડ રાજકોટ નવરાત્રી મહોત્સવ

સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં દર નવરાત્રિમાં નોરતે બાળકોના રાસ સુંદર રીતે રજૂ કરવામાં આવે છે તથા સોસાયટીના મિત્રો સહકુટુંબ સાથે આ નવરાત્રિ મહોત્સવને ભક્તિ ભાવ સાથે ઉજવણી કરતાં રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ધામ-ધૂમથી ઉજવાય છે.

આ પણ વાંચો  Rath Yatra 2023 LIVE: જગન્નાથ રથયાત્રાનું લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોચી જગન્નાથજીની રથયાત્રા?

ઉપલેટા શહેરમાં ભક્તિ, દેશભક્તિ અને પ્રાચીન ગરબાનો ત્રિવેણી સંગમ

નવયુગ ગરબી મંડળમાં ત્રિવેણી સંગમ, ભક્તિ- દેશ ભક્તિ અને પ્રાચીન રાસ એક જ મંચ પર. રાજકોટના ઉપલેટામાં ચાર દાયકાથી ચાલતી નવયુગ ગરબી મંડળમાં ભક્તિ અને દેશભક્તિના રાસ ગરબાઓ જોવા મળે છે. સાથે અહીંયા બાળકોની વેશભૂષા અને પ્રાચીન રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.

ઉપલેટા શહેરના નવયુગ ચોકમાં છેલ્લા 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબી મંડળ એકમાત્ર એવી ગરમી છે કે જ્યાં માતાજીની આરાધના સાધનાની સાથે સાથે ભક્તિ તેમજ દેશભક્તિ સાથે નાના ભૂલકાઓનો વેશભૂષાઓનો વિશેષ આસપાસના પંથકમાં અને ધર્મપ્રેમી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ગરબીમાં બોહળી સંખ્યા માનવહેરામણ ઉમટી પડે છે જેમાં આ ગરબીનો ખાસ રાસ એટલે કે કાળી દાંડીનો ડમરો રાસ જોવા માટે આસપાસના પંથકના લોકો ગોળી સંખ્યામાં પડે છે અને માતાજીની આરાધના કરે છે.

રાજકોટથી લાઈવ નવરાત્રી જોવા માટે અહી ક્લિક કરો

Leave a Comment