નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના શું છે? જાણો કેટલી મળશે સ્કૉલરશીપ

ગુજરાત બજેટમાં સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો સરસ્વતી યોજના’ અને ‘નમો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરી છે.

નમો લક્ષ્મી યોજના શું છે?

જેમા નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યુ છે કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજના (Namo Lakshmi Yojana) ની જાહેરાત કરવામાં આવી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. આ યોજના માટે આગામી વર્ષમાં 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નમો સરસ્વતી યોજના શું છે?

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો  114 મહીનામાં પૈસા ડબલ, પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરવાથી મળશે 7.5 %નું શાનદાર વ્યાજ

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી (Namo Saraswati) યોજનાની જાહેરાત કરી હતી. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં (STEM) અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11 માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે.

₹1250 કરોડની નમોલક્ષ્મી યોજનાની જાહેરાત

આ સિવાય રાજ્ય સરકારે ધોરણ 9થી 12ની કન્યાઓ માટે ‘નામોલક્ષ્મી’ યોજનાની જાહેરાત કરી છે, જે માટે ₹1250 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, “વિકસિત ગુજરાત@2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા અગત્યની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત ભવિષ્યના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું ‘નમોલક્ષ્મી યોજના’ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત, ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર, પાત્રતા ધરાવતી અંદાજે 1૦ લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10 હજાર અને ધોરણ 12 માટે વાર્ષિક ₹15 હજારની સહાય આપવામાં આવશે. તેમજ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયે ₹50 હજારની સહાય કરવામાં આવશે.

4 thoughts on “નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના શું છે? જાણો કેટલી મળશે સ્કૉલરશીપ”

Leave a Comment