નમો શ્રી યોજના 2024: સગર્ભા બહેનોને 12,000/- ની સહાય આપવામાં આવશે

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્યના બજેટ માં અનેક નવી જાહેરાત કરી છે. જેમાં નમો શ્રી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. જે અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું કે, “રાજયમાં દર વર્ષે અંદાજે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ 2022-23ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલr હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક 300 કરોડના ખર્ચે 5 લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવી રહેલું છે.”

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, “સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું “નમો શ્રી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું 750 કરોડની જોગવાઈ સૂચવું છું.”

નમો શ્રી યોજના:

બજેટમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા “નમો શ્રી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નમો શ્રી યોજના 2024

બજેટમાં સરકારે સગર્ભા બહેનો માટે પણ ‘નમો શ્રી યોજના’ (Namo Shri Yojana) ની જાહેરાત કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ‘નમો શ્રી યોજના’ હેઠળ SC, ST, NFSA, PMJAY જેવા 11 જેટલા માપદંડો હેઠળ આવતી સગર્ભા બહેનોને રૂ. 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ. 750 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે. જણાવી દઈએ કે, બજેટમાં (Gujarat Budget2024) રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે રૂ. 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગ માટે રૂ. 21,100 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 6,885 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ. 2,711 કરોડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. 767 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Comment