ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપે જાહેર કર્યા રાષ્ટ્રીય પરિષદના સભ્યો, જુઓ લિસ્ટ

ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે, રાષ્ટ્રીય પરિષદના સભ્યો પક્ષના હોદ્દેદારોને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડીનેશનની કામગીરી કરશે.

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ નિવેદનબાજી અને પક્ષપલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે. સાથો સાથ પક્ષો દ્વારા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે.

જુઓ ભાજપે કોને ક્યાં જવાબદારી સોંપી છે?

  • કચ્છ – પ્રવિણસિંહ વાઢેર
  • બનાસકાંઠા – મેરૂજી ઠાકોર
  • પાટણ – રાજુભાઈ ઠક્કર
  • મહેસાણા – કેશુભાઈ પટેલ
  • સાબરકાંઠા – ભરતસિંહ રહેવાર
  • ગાંધીનગર – રાજેશ કુમાર પટેલ
  • અમદાવાદ – પૂર્વ શૈલેષ પટેલ
  • અમદાવાદ – પશ્ચિમ મહેશ ઠક્કર
  • સુરેન્દ્રનગર – ભરત ડેલિવાલા
  • રાજકોટ – પ્રતાપ કોટક
  • પોરબંદર – કિરીટ મોઢવાડિયા
  • જામનગર – મનોજ ચાવડીયા
  • જૂનાગઢ – ભરતભાઈ વાડલીયા
  • અમરેલી – દિનેશ પોપટ
  • ભાવનગર – ગિરીશ શાહ
  • આણંદ – સુભાષ બારોટ
  • ખેડા – વિણુ પટેલ
  • પંચમહાલ – મુલજી રાણા
  • વડોદરા – ઘનશ્યામ દલાલ
  • છોટાઉદેપુર – તારજુ રાઠવા
  • ભરૂચ – સુરેશ પટેલ
  • બારડોલી – હર્ષદ ચૌધર
  • સુરત – કનુ માવાણી
  • નવસારી – કનક બારોટ
  • વલસાડ – પ્રવીણ પટેલ

કોર્ડીનેશનની કામગીરી કરશે

26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 રાષ્ટ્રીય પરિષદના સભયોની પસંદગી કરાઈ છે. અત્રે જણાવીએ કે, રાષ્ટ્રીય પરિષદના સભ્યો તમામને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડીનેશનની કામગીરી કરશે.

ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી

ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે.

આ પણ વાંચો  નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ

178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો

4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.

Leave a Comment