નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ: રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને 10 નવેમ્બરે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવશે. અંદાજે 4,500 જેટલા લોકોને આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયા હાથ ધરાશે.

જિલ્લા ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી

પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે.

પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર

જે બાબતે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે અગાઉ વિગતો આપતા કહ્યું હતું કે, પંચાયત વિભાગ દ્વારા અમને લેટેસ્ટ માહિતી મળી એટલે અમે આ કામ તરત જ ચાલુ કર્યું છે. ઉમેદવારોને વધારે વિલબ ન કરવો પડે તેના માટે તુરંત પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે ઉમેર્યું કે, તલાટીની જિલ્લા ફાળવણી કરાઈ પછી કોમન ઉમેદવારોની માહિતી મળશે, તેમજ ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે, આપણે પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર કરતા જ હોઈ છીએ.

1 thought on “નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ”

Leave a Comment