સરકારી ભરતી માટેના તમામ બોર્ડ એક કરવા વિચારણા : ટુંક સમયમાં લેવાય શકે છે નિર્ણય

સરકારી ભરતી માટેના તમામ બોર્ડને એક કરવા માટે હાલ ગુજરાત સરકાર વિચારણા કરી રહ્યું છે જે અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરતી કરતા વિવિધ બોર્ડને એક કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

સરકારી ભરતી માટેના તમામ બોર્ડ એક કરવા વિચારણા : ટુંક સમયમાં લેવાય શકે છે નિર્ણય

જી મીડિયા કોર્પોરેશનના ચીફ એડિટર દિપક રાજાણીએ તાજેતરમાં જ તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી શેર કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ સરકારી ભરતી માટેના તમામ બોર્ડ એક કરવા હાલ ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે. વિવિધ સંવર્ગની ભરતી કરતા બોર્ડની એક કરવા દરખાસ્ત થઈ છે તેમજ સરકારી ભરતી પ્રક્રિયામાં ધર્મ મૂળથી ફેરફાર કરવા પણ વિચારણા કરવામાં આવી રહી છે જેનું નિર્ણય ટૂંક સમયમાં લેવાય શકે છે.

હાલ ગુજરાતમાં વિવિધ બોર્ડ અલગ અલગ પરીક્ષાઓ લઈ ભારતી પ્રક્રિયાઓ હાથ ધરી રહ્યા છે. જેમ કે પંચાયત વિભાગ પોલીસ વિભાગ ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય ખાતાઓ દ્વારા પણ અલગ અલગ રીતે પરીક્ષાઓ લેવાઈ રહી છે.જે સમગ્ર બોર્ડ એક કરવા હાલ વિચારણા ચાલી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સરકારી ભરતીમાં વિવિધ સમયે મોટાપાયે કોભાંડો બહાર આવતા ગુજરાત સરકાર પણ કડક પગલાં લઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જુનિયર ક્લાર્ક નું પેપર ફૂટતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં. જે બાદ પેપર ફોડનારાઓને કડક શિક્ષા આપવા માટે વિધાનસભામાં પેપર ફોડ પ્રવૃત્તિને અટકાવવા કડક બિલ પસાર કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પારદર્શક બને અને આવનારા સમયમાં કોઈપણ પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે ગુજરાત સરકાર દિવસે ને દિવસે નવતર પ્રયોગો કરી રહી છે.