ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે. આ દરમિયાન અહીં ગાંધીનગર ટ્રેડ શો માં ઇલેક્ટ્રિક વ્હીકલે પણ એક અલગ આકર્ષણ ઉભું કર્યું. જ્યાં સામાન્ય ઇલેક્ટ્રિક વેહિકલ સાથે જગતના તાત ને મદદરૂપ થતા વેહિકલ તેમજ ભવિષ્યમાં દેશમાં જોવા મળનાર વ્હીકલે પણ જોવા મળ્યા. જોકે અહીં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ જોવા મળ્યું હતું. આવો જાણીએ કે કેવું છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર.

ગાંધીનગર ટ્રેડ શો માં ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે ટ્રેકટર જોવા મળ્યું છે. વાત જાણે એમ છે કે, ટ્રેકટર કે જેના વિશે તમામ લોકો જાણે છે. જે ટ્રેકટરનો સૌથી વધુ ઉપયોગ જગતના તાત એવા ખેડૂતો ખેતી માટે અને શહેરમાં ભારે સમાન હેરાફેરીમાં એનો ઉપયોગ થાય છે પણ આ ટ્રેકટર અલગ છે. અલગ એટલા માટે કેમ કે આ ટ્રેકટર ઇલેક્ટ્રિક ટ્રેકટર છે. સાંભળીને નવાઈ લાગશે. પણ હવે ટુ, થ્રિ અને ફોર વ્હીકલ સાથે ટ્રેકટર પણ ઇલેક્ટ્રિક આવી ગયા છે. એક ખાનગી કંપની દ્વારા આ ટ્રેકટર બનાવાયા છે.

શું કહે છે કંપની ધારક ?

કંપની ધારકનું માનવું છે કે, તેમના ઇલેક્ટ્રિક ટ્રેકટરથી જે ખેડૂત ટ્રેકટર ઉપયોગ કરતા 3 કે 4 હજારના ઇંધણનો ઉપયોગ કરે છે તેને 20 થી 30 રૂપિયામાં કામ કરી શકશે. એટલે કે ખેડૂત ને સીધો અને અધિક ફાયદો થશે. જે નાનું ટ્રેકટર 6 લાખ અને મોટું ટ્રેકટર 13 લાખ આસપાસ પડે છે. અને એક વાર ચાર્જ કરવા પર તે ટ્રેકટર 8 કલાક ચાલે છે તેવું સંચાલક નું માનવું છે. જે ટ્રેક્ટરનો સૌરાષ્ટ્રમાં ખેડૂતો ઉપયોગ કરતા થઈ ગયાનું પણ સંચાલકે જણાવ્યું.

વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત

આ ટ્રેડ શોમાં સૌથી અલગ અને આધુનિક ટેકનોલોજી નુ સાધન સ્કાય દ્રાઈવ હતું. જેની વડાપ્રધાને મુલાકાત કરી હતી. ખાનગી કાર કંપની અને સ્કાય દ્રાઈવ ટાઈપ કરી આ ડ્રોન જેવું એર ટેક્સી વિકસાવાઈ રહ્યું છે. જાપાન ખાતે તેનું મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે. જેમાં પાઇલટ સાથે કુલ ત્રણ લોકો બેસી મુસાફરી કરી શકશે. જેનો અવાજ પણ ઘણો ઓછો હશે. તેમજ વજનમાં પણ હલકું રહે તેવો પ્રયાસ કરાયો છે. જેના માટે બેટરી નાની રાખતા 15 કિમિ ની જ રેન્જ રખાઈ છે. જેથી તે વજનમાં હલકું છે. જે રેન્જ ભવિષ્યમાં વધારવાની વિચારણા છે. જોકે હાલ પ્રથમ તબક્કે તૈયાર કરેલ મોડેલ ટ્રેડ શો માં રખાયું. જેણે અલગ આકર્ષણ ઉભું કર્યું હતું.

Leave a Comment