TRB જવાનો માટે ખુશ ખબર! છૂટા કરવાનો નિર્ણય ગુજરાત સરકારે રાખ્યો મોકૂફ, ગૃહવિભાગનો પરિપત્ર જાહેર

TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઇન જોડાયા હતા જેમાં નિર્ણય લેવાયો છે કે, TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

TRB જવાનોને છુટા નહીં કરવામાં આવે. સરકારે ફેર વિચારણા માટે આ નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખ્યો છે.

વાંચો નવો પરિપત્ર

DGPના પરિપત્રમાં શું હતો?

રાજ્યનાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર હતા. તેમજ ફરજ મુક્ત TRB જવાનને ફરી કામગીરીમાં ન લેવા. તેમજ TRB જવાન તરીકે એક સભ્ય લાંબા સમયથી કામ કરે તે યોગ્ય નથી. જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી.

આ પણ વાંચો  વસંતોત્સવ ૨૦૨૩ : ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે ઉત્સવ,ગુજરાત અને ભારતના કલાકારો આપશે પરફોર્મન્સ જુવો કાર્યક્રમની રૂપરેખા

Leave a Comment