રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતની સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા, જાણો કેટલા વાગ્યા સુધી કામકાજ બંઘ

સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી નિર્દેશ કર્યો, 22 જાન્યુઆરીએ શાળાઓ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સરકારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં હવે 22 જાન્યુઆરીએ પણ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી આ મામલે નિર્દેશ કર્યો છે.

રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સહીત દેશભરમાં ઉજવણીનો માહોલ છે ત્યારે હવે ગુજરાતની શાળાને લઈ પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. જેમાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ કરાયો છે. નોંધનિય છે કે, પહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 22મી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષા મોકૂફ કરી હતી.

x
આ પણ વાંચો  નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ

Leave a Comment