તમને વિચાર આવ્યો ખરો! રામ મંદિરની મૂર્તિ શ્યામવર્ણ કેમ છે? કારણ હજારો વર્ષ સુધીનું

રામલલાની મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠાનો અનુષ્ઠાન 22 જાન્યુઆરીનાં બપોરે 12.20 વાગ્યાથી શરૂ થઈને 1 વાગ્યા સુધી ચાલશે. જો કે આ પહેલા જ ગર્ભગૃહમાં વિરાજમાન થનારા રામલલાની મૂર્તિનો ફોટો સામે આવ્યો છે. માહિતી અનુસાર આ મૂર્તિમાં જ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. મૂર્તિની ઊંચાઈ 51 ઈંચની છે. કમળનાં ફુલ સાથે તેની લંબાઈ 8 ફીટ અને વજન આશરે 150-200 કિગ્રા છે. મૂર્તિનું નિર્માણ શ્યામ શિલા પત્થરને કોતરીને બનાવાઈ છે. આ મૂર્તિ અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

શ્રીરામની ત્રણ મૂર્તિઓ

રામલલાની ત્રણ મૂર્તિઓનું નિર્માણ થયું છે જેમાંથી એક તો મૂર્તિકાર સત્યનારાયણ પાંડે જેમણે રાજસ્થાની શિલાથી મૂર્તિ તૈયાર કરી છે, મૂર્તિકાર ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજ જેમણે કર્ણાટકનાં શ્યામ શિલાથી 2 મૂર્તિઓનું નિર્માણ કર્યું છે. રામલલાની મૂર્તિનું નિર્માણ કરવાની જવાબદારી કર્ણાટકનાં પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજને સોંપવામાં આવી હતી.

રામલલાની મૂર્તિ શ્યામવર્ણી

મૂર્તિકાર અરુણ યોગીરાજનાં દાદાએ ભવિષ્યવાણી કરી હતી કે અરુણ મોટા થઈને મૂર્તિકાર બનશે. 37 વર્ષો બાદ આ સાચું પડ્યું અને અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોઝની 30 ફીટ ઊંચી પ્રતિમા બનાવી જેને ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સ્થળ પર સ્થાપિત કરવામાં આવ્યું. પ્રભુ શ્રીરામની આ મૂર્તિ પણ તેમણે જ તૈયાર કરી છે. આ મૂર્તિ શ્યામવર્ણી છે જેને લઈને લોકોનાં મનમાં સવાલ ઊઠી રહ્યાં છે કે શા માટે રામમંદિરમાં શ્યાવર્ણી મૂર્તિ પસંદ કરવામાં આવી છે.

રામાયણમાં થયો છે ઉલ્લેખ

રામાયણમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ શ્રીરામ શ્યામવર્ણનાં હતાં અને તેથી જ આ મૂર્તિ પણ શ્યામ રંગની તૈયાર કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન રામ-શ્યામ અને શિવ ગૌણ વર્ણનાં હતાં. ભગવાન શ્રીરામનાં સ્તુતિ મંત્રમાં કહેવાયું છે કે-

नीलाम्बुज श्यामल कोमलांगम सीतासमारोपित वामभागम्। पाणौ महासायकचारूचापं नमामि रामं रघुवंशनाथम्।।

..અર્થાત નીલકમળ સમાન શ્યામ અને કોમળ જેમનું અંગ છે, સીતાજી જેમના વામ ભાગમાં વિરાજમાન છે, જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશનાં સ્વામી શ્રીરામચંદ્રજીને હું નમસ્કાર કરું છું.

આ પણ વાંચો  હવે એલન મસ્કની ડાયરેક્ટ Jio-Airtel સાથે ટક્કર, ટૂંક સમયમાં થશે ભારતમાં એન્ટ્રી, અપાશે લાયસન્સ!

મહાદેવ શિવ પણ શ્યામવર્ણા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ
મહાદેવની સ્તુતિમાં કહેવાયું છે કે-
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्। सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।

..અર્થાત જે કપૂર સમાન ધવલ ઉજ્જવળ વર્ણવાળા છે, કરુણાનાં અવતાર છે, સંસારનો સાર છે, ભુજંગ જેમનો હાર છે તેવા ભગવાન શિવ પાર્વતી સહિત હંમેશા મારા હદયમાં વાસ કરે.

Leave a Comment