સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો, ખેડૂતોમાં વધી ચિંતા: જાણો ક્યાં ક્યાં છે માવઠાની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથમાં વરસાદ

ગીર સોમનાથના દરિયાપટ્ટીના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે.જો કે, આ કમોસમી વરસાદની પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બીજી તરફ કમોસમી મુસીબતની આગાહીને લઈ પાક નુકસાનની ભિંતી સેવાઈ રહી છે.

વાતાવરણમાં પલટો

કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં તમામ અનાજ અને માલ સામાન યોગ્ય જગ્યા મુકવામાં આવ્યું છે

આ જિલ્લામાં વરસાદની આગાહી

આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે

Leave a Comment