આવનાર તલાટીની પરીક્ષાની તારીખ અંગે હસમુખ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે, કે તેઓ આગાઉથી આપેલ તારીખ પર તલાટીની પરીક્ષા લેવા કટિબદ્ધ છે.
છેલ્લા ઘણા સમયથી તલાટીની પરીક્ષાઓની તારીખો જાહેર થતી રહે છે અને પરીક્ષા પાછળથી ઠેલાત રહે છે. અવારનવાર હસમુખ પટેલ ટ્વીટર પર માહિતી શેર કરી વિવિધ પરીક્ષાઓની અપડેટ આપતા જ રહે છે. આ અગાઉ તારીખ 6 માર્ચના રોજ તેઓએ ટ્વિટર પર તલાટીની પરીક્ષાની તારીખ અંગે ટ્વિટ કર્યું હતું તે મુજબ, આ અગાઉ 23 તારીખના રોજ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઈ હતી, 23 તારીખે અખાત્રીનો તહેવાર હોય જેથી વાહન વ્યવહારમાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે તલાટી કમ મંત્રીની પરીક્ષા 30 તારીખે યોજવાનું વિવિધ જિલ્લાઓમાંથી કેન્દ્રની ઉપલબ્ધતાઓની માહિતી માગવા માં આવી હતી.
23 માર્ચના રોજ હસમુખ પટેલે તાજેતરમાં જ તેમના ટ્વીટર હેન્ડલ પર લેટેસ્ટ ફીટ કરીને માહિતી જણાવી હતી કે “મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.”30 તારીખ સુધીમાં જો પૂરતા કેન્દ્રની પૂર્તતા થશે તો સરકાર તલાટી કમ મંત્રી ની પરીક્ષા આવનારી 30 એપ્રિલમાં ના રોજ લેવા સંપૂર્ણપણે કટીબંધ છે.તલાટી કમ મંત્રીની પરીક્ષામાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાણા હતા અને ઘણો સમય થયા બાદ પણ હજી તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાયેલ નથી વિદ્યાર્થીઓ પણ આતુરતાથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.