ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ મૂકેલ છે. પરંતુ આજે આપણે સનેડો સહાય યોજના વિશે વાત કરીશું.
સનેડો સહાય યોજના
આ યોજના કૃષિ સાધન સહાય યોજના છે. આ Sanedo Mini Tractor Yojana 2024 ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. આ સહાય યોજના મેળળ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનાર 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. લાભાર્થી ખેડૂતને આ યોજના હેઠળ ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં. આ સાધનનો ખેડૂતો માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરી શકશે. તો ચાલો આ યોજનાના ફોર્મ કેવી રીતે ભરવા તથા તેના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ? તેની માહિતી મેળવો.
સનેડો ટ્રેકટર સહાય યોજના 2024
રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડા સાધનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મીની ટ્રેકટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે તેમ છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે મીની ટ્રેકટર સનેડો ખરીદવા સહાયની જાહેરાત કરી છે. આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા ઉપર ખેડૂતોને સહાય મળશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
- 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
- બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
- આધારકાર્ડની નકલ
- કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
- લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
સનેડો સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- જે પરિણામ આવે તેમાંથી ઓફિશિયલ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
- જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ શું કાર્યવાહી કરવી?
- ઓનલાઈન અરજી કરતી વખતે અરજદાર ખેડૂતો દ્વારા અધિકૃત થયેલા સનેડોના વેપારી/વેન્ડરો/દુકાનની માહિતી આપવાની રહેશે.
- આઈ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવેલ સરકાર માન્ય દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી જ આ સાધન ખરીદવાનો રહેશે.
- સનેડાની ખરીદી બાદ દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી બિલ અવશ્ય મેળવી લેવું.
- આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિનના બિલની નકલ પણ લેવાની રહેશે.
- ખેડૂતો પોતાના દરેક સાધન પુરાવા જેવા કે, સનેડો ખરીદીનું ઓરીજીનલ બિલ, સનેડો એન્જીનની ખરીદીના બીલની નકલ, ઓનલાઈન પોર્ટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર પુરાવા સહિત આ યોજનાની દરખાસ્ત 60 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાના રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- આ યોજનાનો લાભ લેવા માટે વહેલા તે પહેલાનાં ધોરણે અરજી કરવાની હોય છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા-28/01/2024 છે.
મહત્વની લિંક
- ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે અહી ક્લિક કરો