ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો 31 જાન્યુઆરી બાદથી તેને ડિએક્ટિવેટ કરી દેવામાં આવસે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોમવારે આ વિષયે વાત કરતાં કહ્યું કે One Vehicle One Fastag અંતર્ગત ફાસ્ટેગનાં એક્સપીરિયંસને વધુ સારું બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
31 જાન્યુઆરી બાદ ડિએક્ટિવેટ
તેમણે કહ્યું કે 31 જાન્યુઆરી પહેલાં જેમણે ફાસ્ટેગની KYC નહીં કરાવી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અથવા તો તેમને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAIએ કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેકલિસ્ટમાં જતાં રહેશે. 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની KYC ફરજિયાત છે. ફાસ્ટેગ જો નિષ્ક્રિય થશે જો તમને ડબલ ચૂકવણી કરવી પડશે. કેશમાં ટોલ ટેક્સની ચુકવણીમાં તમને બેગણો ટેક્સ ભરવો પડશે.
એક વાહન, એક ફાસ્ટેગ
આશરે 98 ટકાના પ્રવેશ દર અને આઠ કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, FASTag એ દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં પરિવર્તન કર્યું છે. ‘એક વાહન, એક FASTag’ પહેલના અમલીકરણનો હેતુ ટોલ કામગીરીની કાર્યક્ષમતા વધારવાનો છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઉપયોગકર્તાઓ માટે સીમલેસ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. કોઈપણ વધુ સહાયતા અથવા પૂછપરછ માટે, FASTag વપરાશકર્તાઓ તેમની નજીકના ટોલ પ્લાઝા અથવા તેમના સંબંધિત જારીકર્તા બેંકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ ટોલ-ફ્રી ગ્રાહક સંભાળ નંબરનો સંપર્ક કરી શકે છે.
FASTag ઉપયોગ અંગે RBI માર્ગદર્શિકા
NHAIએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, RBIની માર્ગદર્શિકાનું પાલન ન કરતાં જો એક વાહન માટે બહુવિધ FASTag જારી કરવામાં આવ્યા હોય અથવા બહુવિધ વાહનો માટે એક FASTag નો ઉપયોગ કરવામાં આવે તો તેમને ડેટા મળ્યા બાદ KYCનો આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વાહનની વિન્ડસ્ક્રીન પર કેટલીકવાર FASTags ઇરાદાપૂર્વક ફિક્સ કરવામાં આવતાં નથી, જેના પરિણામે ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે અને સાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓને અસુવિધા થાય છે.
લગભગ 98 ટકાના પ્રવેશ દર અને 8 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, FASTag એ દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં ક્રાંતિ લાવી છે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે ‘એક વાહન, એક FASTag’ પહેલ ટોલ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને સીમલેસ અને આરામદાયક મુસાફરીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
આ રીતે કરો KYC
જો તમારા ફાસ્ટેગની KYC પૂર્ણ નથી થયેલી તો તમને તાત્કાલિક આ કામ કરી લેવું પડશે. કારણકે NHAIએ આ કામ માટેની ડેડલાઈન 31 જાન્યુઆરી નક્કી કરી છે.
KYC અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંકમાં જવું પડશે અમે ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવા પડશે. આ બાદ બેંક તમારી ફાસ્ટેગ ડિટેલ અપડેટ કરી આપશે.