હોળીમાં કલર લગાડેલી ચલણી નોટ ચાલશે કે નહીં? શું કહે છે RBIનો નિયમ

હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે જાણો છો કે આ કલર નોટને લઈને આરબીઆઈનો શું નિયમ છે? જાણો રંગીન નોટનું શું કરવું જોઈએ?

હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે જાણો છો કે આ કલર નોટને લઈને આરબીઆઈનો શું નિયમ છે? અને બજારમાં આ નોટોને કેવી રીતે ચલાવી શકાય છે?

રંગીન નોટ

ઘણી વખત એવું થાય છે કે તમારા પર કોઈ રંગ નાખે ત્યારે ખિસ્સામાં રહેલી ચલણી નોટો પણ રંગીન થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે આ નોટોને કોઈ દુકાનદારને આપો છો તો તેને લેવાનો ઈનકાર કરી દે છે. પરંતુ જો તમે તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ બતાવશો તો તે આ નોટો લેવાનો ઈનકાર નહીં કરે. કારણ કે આરબીઆઈનો નિયમ છે કે કલર લાગેલી નોટને લેવાથી કોઈ પણ દુકાનદાર ઈનકાર નથી કરી શકતો.

ફાટેલી નોટ

હોળીમાં ઘણી વખત એવું થાય છે કે પલડી જવાના કારણે નોટ ફાટી જાય છે. આવી સ્થિતિમાં તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર દેશની બધી બેંકોમાં જુની ફાટેલી નોટો વળેલી નોટોને લઈ જઈને બદલાવી શકો છો. તેના માટે બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં નથી આવતો.

નોટના કેટલા પૈસા પરત મળશે?

કોઈ પણ ફાટેલી નોટને બેંકમાં બદલવા પર બેંક તમને તે નોટની સ્થિતિના અનુસાર પૈસા પરત કરે છે. ઉદાહરણ તરીકે 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર હોવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ 44 વર્ગ સીએમ પર અડધુ મૂલ્ય મળશે.

આવી જ રીતે 200 રૂપિયા ફાટેલી નોટમાં 78 વર્ગ સીમી ભાગ આપવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ 39 વર્ગ સીએમ પર અડધા પૈસા જ મળે છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર દરેક બેંકને જુની ફાટેલી કે વળેલી નોટો સ્વીકાર કરવી પડે છે.

Leave a Comment