ભારત સાથે પંગો ભારે પડ્યો! માલદીવને દરરોજ થઈ રહ્યું છે આટલા કરોડનું નુકસાન

હાલમાં માલદીવ સરકારનાં કેટલાક અધિકારીઓએ પ્રધાનમંત્રીની લક્ષદ્વીપ ટ્રિપને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ બૉયકોટ માલદીવનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયો. હવે માલદીવને લોકોનાં રોષનાં પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. માલદીવને ભારતીયોએ બૉયકોટ કર્યું જે બાદ દેશને દરરોજ કરોડો રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. જો કે માલદીવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અહીં ફરવાનો ખર્ચ અડધો કરી દીધો છે તેમ છતાં ભારતીયો અહીં જવા માટે તૈયાર નથી થઈ રહ્યાં.

https://gujaratrojgargroup.blogspot.com/whatsapp?m=1

44 હજાર પરિવારો પર સંકટ

આ વિવાદથી પહેલાં માલદીવ ભારતીયોનું ફેવરેટ ફરવાનું સ્થળ હતું. દરવર્ષે લાખો ભારતીયો અહીં ફરવા માટે જતાં હતાં. પણ ભારતીયોનાં બૉયકોટનાં લીધે માલદીવે પોતે કહ્યું કે હવે તેના 44000 પરિવારો સંકટમાં છે. ભારતીયોની નારાજગીને લીધે તેના ટૂરિઝમ ઈંડસ્ટ્રી પર ખરાબ અસર થઈ છે. ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ પર પણ લોકોએ માલદીવ ફરવાનાં ઓપ્શન્સ શોધવાનું બંધ કરી દીધું છે.

દરરોજ 8.6 કરોડ રૂપિયાનું નુક્સાન

માલદીવને હવે દરરોજ કરોડો રૂપિયાનું નુક્સાન ભોગવવું પડે છે. 2023માં દુનિયા ફરવાનાં મામલામાં ભારતીયોની સંખ્યા વધી છે અને 20230 સુધી ભારત ચોથા સ્થાન પર પહોંચી શકે છે. ગતવર્ષે માલદીવમાં ભારતીયોએ 38 કરોડ ડોલર રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનો અર્થ થાય છે કે જો ભારતીયો અહીં ફરવા જવાનું બંધ કરે છે તો માલદીવને દરરોજ 8.6 કરોડ રૂપિયાનું નુક્સાન થઈ શકે છે.

અડધા થઈ ગયાં છે ભાવ

ઓનલાઈન ટ્રાવેલ બુકિંગ માર્કેટ પર 50%થી વધારે કબજો ધરાવતાં પોર્ટલ મેકમાયટ્રિપ અનુસાર છેલ્લાં એક અઠવાડિયાંમાં લક્ષદ્વીપની ઈંક્વાયરી 3400% વધી ગઈ છે. લોકોનું આકર્ષણ હટ્યા બાદ માલદીવે ફરવાનાં ખર્ચામાં આશરે 40%નો ઘટાડો કરી દીધો છે. આ સિવાય ભારતથી માલદીવની ફ્લાઈટના ભાડામાં પણન મોટો ઘટાડો થયો છે. જે ભાડું પહેલાં 20 હજાર રૂપિયા વન- વે હતું તે હવે ઘટીને 12 થી 15 હજાર રૂપિયા થઈ ગયું છે.

Leave a Comment