આજે વર્ષનું છેલ્લું મોટું ચંદ્ર ગ્રહણ: 3 રાશિને થશે મોટો ફાયદો તો આ 5 રાશિજાતકોની નુકસાની પાક્કી, જાણી ગ્રહણના નિયમો

ચંદ્રગ્રહણને હિન્દૂ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવે છે. આજે એટલે કે 28 ઑક્ટોબર 2023નાં રોજ ચંદ્રગ્રહણ લાગૂ થશે. આ ચંદ્રગ્રહણ એ આ વર્ષ એટ્લે કે 2023 નું છેલ્લું ગ્રહણ રહેશે જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને રાત્રે 2.22 વાગ્યે પૂરું થશે. સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગુ થશે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી ચાલુ રહેશે.

ચંદ્રગ્રહણને લગતી માહિતી અને નિયમો

  • જ્યોતિષ અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે જે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગે છે.
  • મેષ રાશિનાં જાતકે ભૂલથી પણ આ ગ્રહણને ન જોવું જોઈએ.
  • ગ્રહણ વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે ફળદાયી રહેશે જ્યારે મેષ, કન્યા, તુલા, મકર અને મીન રાશિનાં જાતકોએ સાવચેતી રાખવી પડશે.
  • ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણનાં 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે.
  • હિન્દૂ માન્યતા અનુસાર સૂતકકાળ દરમિયાન પૂજા-પાઠ, રસોઈ વગેરે કંઈ કામ ન કરવું જોઈએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વિશેષરૂપે સતર્ક રહેવું જોઈએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન નખ કે વાળ ન કાપવા જોઈએ.
  • દેવી-દેવતાઓની મૂર્તિ કે મંદિરનો સ્પર્શ ન કરવો. મનમાં ભગવાનનું સ્મરણ, મંત્રોચ્ચાર જાપ કરી શકો છો.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ‘ॐ सों सोमाय नमः’ અથવા ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ નો જાપ કરવો.
  • ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવું, ઘરમાં ગંગાજળ છાંટવું અને એ બાદ પૂજા-પાઠ ભોજન સહિત તમામ કાર્યો શરૂ કરી શકાય છે.

Leave a Comment