પૃથ્વીને ખતમ કરી નાખશે આ વસ્તુ, સ્પેસમાં તેની હાજરીથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા!! જાણો શું છે તે વસ્તુ

સ્પેસમાં અનેક એવી વસ્તુઓ છે, જે પૃથ્વીની નજીક આવે તો પૃથ્વીનો વિનાશ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને સ્પેસમાં આવી જ કોઈ વસ્તુ મળી આવી છે. 60ના દાયકામાં, જ્યારે કેટલાક દેશો પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યા હતા, તે સમયે અમેરિકાએ એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. જે પરમાણુ પરીક્ષણ દરમિયાન નીકળતા ગામા રેઝને ડિટેક્ટ કરીને જાણી શકે છે કે, ટેસ્ટિંગ ક્યાં થયું છે. આ સેટેલાઈટે એક એવી વસ્તુ શોધી છે, જે થોડી ગણતરીની મિનિટોમાં પૃથ્વીનો નાશ કરી શકે છે.

આ વસ્તુ ખરેખર છે શું?

અહીંયા એક એવી વસ્તુની વાત કરવામાં આવી રહી છે, જે તૂટતા તારાઓ અને સુપરનોવામાં વિસ્ફોટમાથી આવે છે. ઉપરાંત તે બ્લેક હોલમાંથી પણ બહાર આવે છે. આ વસ્તુને ગામા રેઝ બર્સ્ટ કહેવામાં આવે છે, તે એક રેડિયોએક્ટીવ એનર્જી હોય છે, જે બ્રહ્માંડમાં દરેક જગ્યાએ હાજર છે. તે એટલું ખતરનાક છે કે, તે ક્ષણભરમાં પૃથ્વીનો નાશ કરી શકે છે. કંસાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, જો પૃથ્વીથી 200 પ્રકાશ વર્ષ દૂર આ ગામા રેઝનો વિસ્ફોટ થાય અને તે દરમિયાન કોઈ તારાનો ગરમ ભાગ આપણી પૃથ્વી સાથે ટકરાશે, તો પૃથ્વી પળભરમાં વરાળની જેમ અદૃશ્ય થઈ જશે.

ખૂબ જ ખતરનાક છે ગામા રેઝ

સૂર્ય 10 અબજ વર્ષોમાં જેટલી ઊર્જા છોડે છે, ગામા રેઝ બર્સ્ટથી (GRB) તેટલી ઊર્જા માત્ર એક સેકન્ડમાં નીકળી શકે છે. નાસાના સેટેલાઇટ દ્વારા ટ્રેક કરવામાં આવેલ ગામા રેઝ બર્સ્ટ પૃથ્વીથી 12 અબજ પ્રકાશ વર્ષ દૂર છે, પરંતુ પૃથ્વીની નજીક આવશે તો માનવજીવન માટે ખૂબ જ મોટો ખતરો છે.

Leave a Comment