શરદ પૂનમે કેટલાં વાગ્યે લાગશે ગ્રહણ? આ યોગમાં શું કરવું અને શું ન કરવું? જાણો તમામ માહિતી અહીથી

વર્ષ 2023નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ એટલે કે આજે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. મહત્વનું છે કે આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જે શનિવારે મધ્ય રાત્રે 1:25 કલાકે થશે અને મોક્ષ સવારે 02:24 કલાકે થશે, સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સમાપ્ત થશે.

શરદ પૂર્ણિમા તારીખ અને તિથી

શરદ પૂર્ણિમા તિથિ 28મી ઓક્ટોબરે સવારે 4.17 કલાકે શરૂ થશે જે 28મી ઓક્ટોબરની મોડી રાત્રે 1.53 સુધી ચાલશે. 28 ઓક્ટોબરે ગ્રહણ ભારતમાં સવારે 1:25 વાગ્યે શરૂ થશે અને 2.24 વાગ્યા સુધી ચાલશે. ચંદ્રગ્રહણનો સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે.સુતક સાંજે 4.05 કલાકે શરૂ થશે.

ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે

આ વર્ષે એટલે કે 2023માં કુલ બે ચંદ્રગ્રહણ થયા, પહેલું ચંદ્રગ્રહણ 05 મે 2023ના રોજ થયું હતું. વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ એશિયાના મોટાભાગના ભાગો અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે. ભારતમાં પણ દિલ્હી, પટના, મુંબઈ, કોલકાતા, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે જેવા ઘણા રાજ્યો અને શહેરોમાં દેખાશે. ગ્રહણનો સમય સમગ્ર ભારતમાં સમાન હોવાને કારણે અને ભારતની ધરતી પર સ્પષ્ટ દેખાતો હોવાને કારણે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ તે મહત્વપૂર્ણ છે. સાથે જ આ કારણે લોકોના મનમાં આ ગ્રહણને લઈને અનેક સવાલો પણ છે.

ચંદ્રગ્રહણ પર ગ્રહોની સ્થિતિ

ચંદ્રગ્રહણ પર ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે.ચંદ્ર મેષ રાશિમાં રહેશે, રાહુ અને ગુરુની સાથે અને સૂર્ય, બુધ, મંગળ કેતુની સાથે રહેશે. જે લોકો પર ચંદ્ર અને સૂર્યનો પ્રભાવ છે, તેઓએ ખાસ કાળજી લેવી પડશે. મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે ગ્રહણ થોડું મુશ્કેલ રહેશે.આ સિવાય સિંહ, મિથુન, ધન અને કુંભ રાશિના લોકો માટે ગ્રહણ આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને લાભ લાવશે.

આ પણ વાંચો  સોનું ખરીદવા માટે સૌથી શુભ સમય એટલે પુષ્ય નક્ષત્ર: આ દિવસે સોનું ઘરે લાવવાથી લક્ષ્મીજીની સાથે કુબેરની પણ કૃપા

શું કરવું અને શું ન કરવું?

સૂતક કાળ અને ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે. આ સમયે ખાવું, પીવું, સૂવું, નખ કાપવું, રસોઈ બનાવવી, તેલ લગાવવું વગેરે પણ વર્જિત છે. ચંદ્રગ્રહણના સુતક સમયગાળા દરમિયાન દાન અને જાપ વગેરેનું મહત્વ માનવામાં આવે છે.પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવામાં આવે છે.મંત્રોના જાપ કરવાથી જલ્દી લાભ મળે છે અને આ સમયે મંત્ર સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.આ સમય દરમિયાન જો તીર્થયાત્રા, સ્નાન, હવન અને ધ્યાન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવે તો તે શુભ અને લાભદાયક સાબિત થાય છે.

Leave a Comment